અરજદાર પત્ની બિનિતા જોસેફ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, તેમના પતિ ક્લિમેન્ટ જોસેફે તેમને જુન 2016થી આજ દિવસ સુધી મહિને 2500 રૂપિયા પેટે ભરણપોષણ આપ્યું નથી જેનો સરવાળો કરવામાં આવે તો 2.86 લાખ રૂપિયાની રકમ નીકળે છે. આરોપી પતિ અને સંબંધીઓને અગાઉ કોર્ટ દ્વારા આ મુદ્દે નોટીસ ફટકારાવામાં આવી હતી. જો કે તેની વારંવાર બજવણી થવા દેવાતી ન હોવાથી કોર્ટે આકરી સજા ફટકારવો નિર્ણય કર્યો હતો.
કોર્ટે ચુકાદા દરમિયાન મહત્વનું અવલોકન પણ કર્યુ હતું કે, નોટીસ ઈશ્યુ થયા બાદ પણ આરોપી પતિ કોર્ટમાં હાજાર થયો નથી. અનેક વાર નોટીસ પાઠવામાં આવી છે તેમ છતાં તેની બજવણી થતી નથી અને આરોપી પતિ હાજર થતાં ન હોવાથી કોર્ટે માન્યુ કે તેમના દ્વારા જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે. કોર્ટે પતિની ધરપકડ માટે શહેર પોલીસ કમિશ્નરને વોરન્ટ, ચુકાદાની કોપી અને અન્ય વિગતો આપવાનો આદેશ કર્યો હતો. આ કેસનો આરોપી પતિ હાલ મૂળ અમદાવાદ શહેરમાં રહેતો હોવાથી કોર્ટે પોલીસ કમિશ્નરને આ મામલે વ્યકિતગત રસ લઈને પતિની ધરપકડ કરી તેને સેન્ટ્રલ જેલ મોકલવાનો આદેશ કર્યો છે.
અરજદારે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 125(3) મુજબ પતિ પાસેથી 26 જુન 2012થી 31 ડિસેમ્બર 2015ના સુધીમાં 2500 રૂપિયા લેખે 42 મહિના 1,05,000, વર્ષ 2016-17ના 3,500 લેખે 84,000, 1 પ્રથમ જાન્યુઆરી 2018થી મે 2018ના 5,500 લેખે 33,000 અને 1 જુન 2018થી 31મી જાન્યુઆરી 2019ના 8 હજાર રૂપિયા લેખે કુલ 64000 રૂપિયા, આમ કુલ 2.86 લાખ રૂપિયાની ભરણપોષણની રકમ મેળવવા માટે પત્ની દ્વારા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.