અમદાવાદ ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષની (75 years of independence) ઉજવણી જાણે દિવાળી તહેવાર હોય તેમ ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો સુધી અંગ્રેજોની સામે લડત મેળવ્યા બાદ એક નવા યુગની શરૂઆત થવાની હતી, પરંતુ 14 ઓગસ્ટના દિવસે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. જેથી પાકિસ્તાન 14 ઓગસ્ટ અને ભારત 15 ઓગસ્ટના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યું છે, પરંતુ ભાગલા શા માટે પાડવામાં આવ્યા અને તેસમે કેવી સમસ્યા ઉદ્દભવી હતી.
1940માં અલગ મુસ્લિમ દેશમી માગ કરવામાં આવી 1906માં ભારતીય મુસ્લિમોના અધિકારોના રક્ષણ માટે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી.આ પછી અનેકવાર હિન્દૂ મુસ્લિમના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. હિન્દૂ મુસ્લિમ વચ્ચેના તણાવો દિવસેને દિવસે વધી રહ્યા હતા.જેમાં પગલે 1938માં મહાત્મા ગાંધી અને મોહમદ અલી ઝીણા વચ્ચે મુસ્લિમોને લઈને વાતચીત થઈ હતી. આઝાદી મેળવવા અનેક આંદોલન થયા હતાં, પરંતુ હિન્દૂ મુસ્લિમના તણાવો દિવસેને દિવસે વધી રહ્યા હતા. જેને પગલે 1940માં મોહંમદ અલી ઝીણાએ પહેલીવાર અલગ મુસ્લિમ દેશમી માંગણી મૂકી હતી.
આ પણ વાંચો SDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો
ભારે હિંસા થતા બંને દેશનું કરવામાં આવ્યું હતું વિભાજન 1946ની કેબિનટ બેઠકમાં હિંદુ મુસ્લિમને સાથે રહેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુસ્લિમ લીગે કેબિનેટ બેઠકથી દૂર રહીને આંદોલન શરૂ કર્યું હતું. જેના પગલે બંગાળમાં ભારે હિંસા ફેલાઈ જેમાં 5000 લોકો માર્યા ગયા હતા. આ લડાઇ માત્ર બંગાળ જ નહીં અનેક રાજ્યોમાં ફેલાઈ હતી. જેના પગલે 29 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે બંધારણ સભાન વિસર્જનની માગ કરી હતી. બંને દેશને ભાગલા પડવાની મંજૂરી આપવામાં આવી હતી.
3 જૂને ભારતના ભાગલાની કરાઈ હતી જાહેરાત 3 જૂન 1947ના રોજ ભારત અને પાકિસ્તાન ભાગલા પડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વિભાજન કરવુ શક્ય નહોતું કારણે કે, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે 1 લોકોને વિસ્થાપિત થવું પડે તેમ હતું. કારણે કે, જન સંખ્યાની સાથે જમીન, જળ, સંપત્તિ સહિત અનેક મિલકતો ભાગ પડવાના હતા.આ ભાગલા કારણે આજે પણ ઇતિહાસમાં સૌથી મોટું વિભાજન ગણવામાં આવે છે.
4 જૂને આઝાદીની તારીખની કરવામાં આવી હતી જાહેરાત 4 જૂનના રોજ ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને 14 અને 15 ઓગસ્ટમાં રોજ આઝાદીની જાહેરાત કરી હતી. લોર્ડ માઉન્ટબેટનની આ જાહેરાત લોકોએ કરેલી અપેક્ષા કરતા વહેલું હતું. લોર્ડ માઉન્ટબેટને જાહેર કરેલા ઝડપી સમય પત્રકને સમાવવા માટે બ્રિટિશ સંસદ દ્વારા 18 જુલાઈના રોજ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
આખરે બન્ને દેશ ગુલામીમાંથી થાય હતા મુક્ત 14અને 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને ભારત બંને દેશ અલગ થઈ ગયા હતા. બંને દેશ અલગ થવાની સાથે અનેક મુશ્કેલી સામે આવીને ઉભી હતી. કારણે એક દેશની સંપત્તિ બંને સરખા ભાગે આપવી દેશની જન સંખ્યાનું વિભાજન કરવું જે સૌથી મોટો પડકાર હતો, પરંતુ આખરે બન્ને દેશની સહમતીથી દેશના જળ, જમીન, સપતિની સરખા ભાગે વહેંચણી કરવામાં આવી હતી.
કઈ વસ્તુ કોના ભાગે આવી ભારત પાકિસ્તાન વસ્તીના આધારે ઘનની વહેંચણી કરવામાં આવી જેના પગલે ભારતને બેંકોના 82.5 ટકા જ્યારે પાકિસ્તાનને 17.5 ટકા ધન મળ્યું હતું. આઝાદી બાદ વાઇસરોયની ભારત અને પાકિસ્તાનને 6-6 બગી ભાગમાં આવી હતી. ભારતમાં સ્થિત રાષ્ટ્રીય પુસ્તકાલયના પુસ્તકના ભાગલા પાડવામાં આવ્યા હતા જેમાં એક શબ્દકોશન બે ભાગ કરી બન્ને વહેંચી દેવામા આવ્યા હતા.
આ પણ વાંચો દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
25 લાખ ફૌજીએ પસંદ કર્યુ હતું ભારત ભારત પાકિસ્તાન ભાગલા દરમિયાન દેશમાં ફૌજી ભાગલા પાડવા ખૂબ જ મુશ્કેલ હતા. જેના કારણે જે ફૌજી જે દેશમાં જવાની ઈચ્છા હોય તે દેશમાં જવાની છૂટ આપવામાં આવી તે સમયે હિન્દૂ અને શીખના કુલ 25 લાખ ફૌજીએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ સિવાય દરેક નાની વાસ્તુના ભાગ પાડવામાં આવ્યા હતા. જેમાં કાગળ, પેન્સિલ, પેન દરેક કોઈ પણ વસ્તુ ભાગ પાડવામાં આવ્યા હતા. બંને દેશને સરખું આપવા માટે રેલવે, બસ કે પછી પોર્ટ દરેક વાસ્તુના ભાગ પાડવામાં આવ્યા હતા જેમાં તે સમયનું સૌથી મોટું પોર્ટ કારચી હતું જે પાકિસ્તાનના ભાગમાં આવ્યું હતું.