ETV Bharat / city

નવા સત્રની શરૂઆતમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન - Online education

કોરોના મહામરીને કારણે સ્કૂલોમાં બાળકો એક વર્ષ સુધી ગયા નથી. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે તો નવા સત્રમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન છે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કોઈ નવી ટેકનોલોજી છે કે કેમ તે સમગ્ર બાબત આવો જાણીએ ETV Bharat ના વિશેષ અહેવાલમાં

xx
નવા સત્રની શરૂઆતમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન
author img

By

Published : Jun 12, 2021, 10:03 PM IST

  • કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું ભણતર શરૂ
  • સરકાર દ્વારા તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા
  • બ્રિજ કોર્ષનું પણ નિર્માણ કરવામાં આવ્યું

અમદાવાદ: કોરોનાને લીધે વિદ્યાર્થીઓની સ્વાસ્થય સલામતીને ધ્યાનમાં લઈને ઓનલાઇન શિક્ષણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે ક્યાંય કચાસ રહી ગઈ હોય અથવા ટેક્નિકલ કારણોસસર અભ્યાસક્રમનું અધ્યયન કરવામાં મુશ્કેલી પડી હોય તેના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા બ્રિજ કોર્ષનું નિર્માણ કરવામા આવ્યું છે. આ બ્રિજ કોર્ષ માટે શિક્ષકોને તાલીમ પણ આપવામા આવી છે. જેથી કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવી શકે અને માર્ગદશન આપી શકે. જો કે તે તાલીમ હવે પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં થઈને અંદાજે 5.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

સ્કૂલ શરૂ થતાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે

હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે સ્કૂલો શરૂ થશે તો DEO દ્વારા દરેક સ્કૂલમાં ચેકીંગ વિદ્યાર્થીઓની સલામતીને લઈ ચેકીંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાસ્થય સંબધી માર્ગદર્શન આપવામા આવશે. તેમજ દરેક સ્કૂલમાં કઈ રીતે વિદ્યાર્થીઓને ભણાવાય છે તે પણ જોવામાં આવશે જેવી બાબતોને લઈને DEO દ્વારા કામગીરી કરવામાં આવશે.

નવા સત્રની શરૂઆતમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન

આ પણ વાંચો : Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે

એપ દ્વારા ભણતર

નવા સત્રની શરૂઆતમાં હજુ સ્કૂલો શરૂ થઈ નથી એટલે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામ આવશે. તેમજ દરેક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી એપ તૈયાર કરવામા આવી છે તે એપ દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત જે ગરીબ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે તેમના ઘરે પુસ્તકો પોંહચાડવામાં આવશે જેથી તે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. જ્યારે શિક્ષકોને પણ તાલીમ આપવામા આવી છે

વિદ્યાર્થીઓને ભણવા માટે પુરતા શિક્ષકોનો સ્ટાફ છે કે નહીં??

જ્યારે આ મામલે તાપસ કરતા જાણવા મળ્યું કે શિક્ષકોની અછત હતી પરંતુ તેને ધ્યાનમાં લઈને શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એટલે નવા સત્રમાં શિક્ષકોની અછત નહીં સર્જાય અને વિદ્યાર્થીઓને પૂરો અભ્યાસક્રમ ભામાવમમાં આવશે. જ્યારે વધુમાં શિક્ષકોને ઓનલાઇન અભ્યાસ અંગે તાલીમ પણ આપવામા આવી છે.

આ પણ વાંચો : કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા MBBSના વિદ્યાર્થીઓની હડતાળ

વિદ્યાર્થીઓની સંખ્યા ઓનલાઇન ક્લાસમાં કેટલી

જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત જોવા મળતી હતી. પરંતુ હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓનલાઇન ક્લાસમાં 70 ટકા જોવા મળે છે અને 30 ટકા એવા વિદ્યાર્થીઓ છે જેની આર્થિક સથીતી નબળી છે તેમની માટે ઘરે ઘરે શિક્ષકો દ્વારા પુસ્તકો પોંહચાડવામા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.