ETV Bharat / city

આમ આદમી પાર્ટીનું ‘દિલ્હી મોડલ’ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલું સ્વીકૃત બનશે? - સ્પેશિયલ સ્ટોરી

આમ આદમી પાર્ટી(આપ) ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડશે તેમજ પોતાના ઉમેદવારો પણ ઉભા રાખશે. હવે ગુજરાતની જનતાને ભાજપ અને કોંગ્રેસની સાથે ત્રીજો વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે રીતે સત્તા મેળવી તે મોડલ પર ગુજરાતમાં ચૂંટણી લડશે, દિલ્હી મોડલ છે શું? શું ગુજરાત સહિત અન્ય રાજ્યોની જનતા દિલ્હી મોડલને સ્વીકારશે? લોકો આમ આદમી પાર્ટીને મત આપશે ખરા? જાણો ETV Bharatનો વિશેષ અહેવાલમાં...

આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી
author img

By

Published : Dec 25, 2020, 7:16 PM IST

Updated : Dec 25, 2020, 8:50 PM IST

  • 2012માં થઈ હતી આમ આદમી પાર્ટીની સ્થાપના
  • ‘AAP’ અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં દિલ્હીમાં સત્તામાં છે
  • સરકારી શાળાઓથી માંડીને સ્વાસ્થ્ય અંગે સરસ કામ થયા છે

અમદાવાદ : આમ આદમી પાર્ટીની સ્થાપના દિલ્હીમાં 26 નવેમ્બર, 2012ના રોજ થઈ હતી. AAPની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદની કારણે થઈ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઈ અને લોકપાલ બિલની માગને રાજનૈતિક રૂપ આપવું કે નહી તે બાબતે બન્નેના મત જુદા પડ્યા. ત્યારે કેજરીવાલે રાજકારણમાં પ્રવેશ કરીને આમ આદમી પાર્ટીની રચના કરી હતી. 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી, અને તે સૌથી મોટો બીજા નંબરનો પક્ષ બન્યો. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી, આપ પક્ષે ત્યારબાદ કોંગ્રેસ સાથે સંગઠન કર્યું અને 49 દિવસોમાં જન લોકપાલ બિલનો કોઈ પક્ષનું સમર્થન ન કરતા પક્ષે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 70માંથી 67 બેઠકો મળી, પક્ષના હરીફ ભાજપને 3 અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી. આમ આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. ત્યારબાદ 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમીને 70માંથી 62 બેઠકો મળી, ભાજપે 8 બેઠકો પર જીત નોંધાવી અને કોંગ્રસને એકપણ બેઠક મળી ન હતી. આમ AAP પક્ષ સતત બે ટર્મથી દિલ્હી પર સત્તા ભોગવી રહ્યો છે.

પંજાબ સિવાય અન્ય રાજ્યોમાં સફળતા મળી નથી

આમ આદમી પાર્ટીએ દિલ્હીની બહાર ચૂંટણી લડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો છે, પણ તેમાં સફળતા મળી નથી, હા માત્ર પંજાબમાં થોડી સફળતા મળી હતી. આ અગાઉ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પણ ગુજરાતીઓ બે જ વિકલ્પ ભાજપ અને કોંગ્રેસને જ પસંદ કર્યા હતા.

અન્ય રાજ્યોમાં હારના કારણો

આમ આદમી પાર્ટીને અન્ય રાજ્યોમાં અત્યાર સુધી મળેલી હાર પાછળ કેટલાય કારણો છે. જેમ કે ‘AAP’ ની પાસે અરવિંદ કેજરીવાલ સિવાય બીજો કોઈ જાણીતો ચહેરો નથી. અને તેમના કરિશ્મા પર પાર્ટીનો આધાર છે. દિલ્હી મોડલનો અસરકારક રીતે અમલ થશે, તેવો વિશ્વાસ જનતાને નથી. આમ આદમી પાર્ટી(AAP)ના નવા સભ્યો પ્રજાની વચ્ચેથી આવે તો જ તેને મત મળે તેમ છે. આમ આદમી પાર્ટી નવી છે, જેથી તેમને નવા જ સભ્યો મળે છે, અને અન્ય રાજ્યોની જનતા નવા સભ્યોને સ્વીકારતા પહેલા ખચકાટ અનુભવે છે. આ કારણોસર બીજા રાજ્યોમાં આમ આદમી પાર્ટીને સફળતા મળતી નથી.

દિલ્હીની સરકારી શાળાઓએ 98 ટકા પરિણામ મેળવીને રેકોર્ડ સર્જ્યો છે

બીજી તરફ દિલ્હી મોડલની વાત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની પછી સરકારી શાળાઓ ખાનગી શાળાને ટક્કર મારે તેવી શાળાઓ બની છે. દિલ્હીવાસીઓ ખાનગી શાળામાંથી પોતાના બાળકોને ઉઠાડીને સરકારી શાળામાં ભરતી કરી રહ્યા છે. સરકારી સ્કુલના વિદ્યાર્થી આજે JEE અને એનઆઈઆઈટીમાં સફળતા મેળવી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીની સરકારી સ્કુલોએ 98 ટકા પરિણામ મેળવ્યું છે અને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેમજ દિલ્હીમાં સસ્તી વીજળી, પાણી, શિક્ષણ, અને સ્વાસ્થ્યને લગતી આધુનિક સેવાઓ મળી રહે છે. દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકને જોરદાર સફળતા મળી છે. કેજરીવાલ નુક્કડ સભાઓ કરીને પ્રજાના અભિપ્રાય પણ મેળવે છે.

દિલ્હી મોડલ ગુજરાત સ્વીકારશે ખરું

આમ અરવિંદ કેજરીવાલ હવે દિલ્હી મોડલની સફળતા પછી દિલ્હી મોડલના આધાર પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં ચૂંટણી લડવા તૈયાર છે. જો કે કેટલી સફળતા મળશે અને અન્ય રાજ્યોની પ્રજાના ગળે દિલ્હી મોડલ કેટલું ઉતરે છે તે તો આમ આદમી પાર્ટીના પ્રચારપ્રશાર પર આધાર રાખે છે. ગુજરાતનું વિકાસ મોડલ અને દિલ્હીનું દિલ્હી મોડલ બન્ને વચ્ચે હરિફાઈ થશે. જો કે કેન્દ્રમાં મોદી સરકારે ગુજરાતના વિકાસના મોડલને આગળ કરીને કેન્દ્રમાં સત્તા ફરીથી હાંસલ કરી અને તે પછી વિકાસની વાત કરી રહ્યા છે. દિલ્હીની ગાદી પર બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના મોડલ સાથે આગળ વધી રહ્યા છે, જ્યારે દિલ્હી વિધાનસભાની ગાદી પર બેઠેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલ સાથે વિકાસ કરી રહ્યા છે. પણ દિલ્હી મોડલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલું ચાલે છે તે તો આવનારો સમય જ બતાવશે.

- ભરત પંચાલ, બ્યૂરો ચીફ ETV BHARAT ગુજરાત

Last Updated : Dec 25, 2020, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.