અમદાવાદ: ચાતુર્માસ શરૂ થતાં આ ચોમાસાની ઋતુમાં વ્રત અને તહેવારોનો આરંભ થઇ જાય છે. ચાતુર્માસમાં જન્માષ્ટમી,નવરાત્રિ, દશેરા,દીવાળી અને ગણેશચોથ જેવા મહત્ત્વના તહેવારો અને વ્રતો આવે છે.ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ શયન કરતાં હોવાથી કોઇપણ માંગલિક કાર્યોનો નિષેધ કરવામાં આવ્યો છે.
ચોમાસાને લઈને ખાવાપીવા ઉપર ધ્યાન રાખવામાં આવે તે માટે લોકજીવનમાં વ્રતોને જોડીને, તે થકી લોકો ઉપવાસ રાખે તે વાત પર જોર આપવામાં આવ્યું છે. જ્યારે આ વખતે ચાતુર્માસમાં એક અધિક માસ આસો પણ આવે છે. એટલે જ્યારે દીવાળી બાદ દેવઉઠી અગિયારસ આવે છે, ત્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે સૌ ભક્તો પોતાના આરાધ્યની ચાતુર્માસ દરમિયાન સેવા કરે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.