અમદાવાદઃ હોળી ધુળેટીનું પર્વ રાજસ્થાન અને પંચમહાલ જિલ્લામાં વધુ ઉજવવામાં આવે છે. આવા સમયે ખાનગી બસ સંચાલકો વધારે ભાડા વસૂલી લૂંટ ચલાવે છે. ત્યારે એસટી નિગમ દ્વારા લોકોની સુવિધા માટે (GSRTC ST Holi Bus ) વધારાની બસ (Holi festival buses ) મુકવામાં આવી છે. પંચમહાલ જિલ્લા માટે 500 બસ (GSRTC Buses for panchmahal)ફાળવવામાં આવી છે. જેમાં સૌથી વધારે સંચાલન અમદાવાદ રાજકોટ, વડોદરા અને સુરતથી થશે. આ સિવાય ડેપોમાં જો પૂરતા મુસાફરો થઈ જશે તો ત્યાં પણ સ્પેશિયલ બસ (GSRTC Buses for Dakor Holi )ફાળવવામાં આવશે. આ વ્યવસ્થા 14 માર્ચથી 18 માર્ચ સુધી ચલાવવામાં આવશે.
પંચમહાલ માટે 500 એક્સ્ટ્રા બસ ડાકોર માટે 400 બસ ડાકોરમાં - ફાગણી પૂનમના મેળાના અવસરે દર્શન માટે લોકો પગપાળા જતા હોય છે. આ વર્ષે કોરોનાની મહામારી નહિવત છે. એટલે મોટી સંખ્યામાં લોકો ડાકોર જશે (GSRTC Buses for Dakor Holi)એવો અંદાજ એસટી નિગમને છે. જેથી લોકોને પરત પોતાના વતન જવા માટે હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની 400 બસ ફાળવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી
એકસ્ટ્રા બસોથી આવક - શિવરાત્રીમાં એસટી નિગમને એક્સ્ટ્રા સંચાલન દ્વારા 85 લાખની આવક થઈ હતી. મોટા તહેવારો પર એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવતું હોય છે. શિવરાત્રીમાં જૂનાગઢમાં એક્સ્ટ્રા સંચાલન થકી નિગમને 85 લાખની આવક થઈ હતી.