ETV Bharat / city

GTUના આ નિર્ણયથી ખેડૂતોને ફાયદાની આશા, થશે સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન - Shark Tank by Ahmedabad Commerce

આગામી સમયમાં એગ્રીકલ્ચરને લગતા સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન (Agriculture Startups in GTU) થવા જઈ રહ્યું છે. જેમાં 30 જેટલા સ્ટાર્ટઅપ ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી GTUમાં આવશે. તેને લઈને ખેડૂતોને ફાયદાઓની (Farmers Benefit Agriculture Startups) થાય તેવી આશાઓ સામે આવી રહી છે.

GTUના આ નિર્ણયથી ખેડૂતોને ફાયદાની આશા, થશે સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન

author img

By

Published : Jul 20, 2022, 4:47 PM IST

અમદાવાદ : GTUમાં આગામી 21 અને 22 જુલાઈએ એગ્રીકલ્ચરને લગતા સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન (Exhibition of Startups) થશે. આ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં ત્રણ કેટેગરીના 30 જેટલા સ્ટાર્ટઅપ હશે. આ તમામ સ્ટાર્ટ અપને બિઝનેસ સુધી પહોંચવા મળે તે માટે (Farmers Benefit Agriculture Startups) અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ તેમજ ઇન્વેસ્ટર્સને બોલાવી રૂબરૂ સ્ટાર્ટ અપ બતાવવામાં આવશે. તેમજ GTU સંલગ્ન સ્ટાર્ટઅપ દ્વારા ખેડૂતોને (Agriculture Startups in GTU) ફાયદો થાય તેવી આશાઓ પણ સામે આવી રહી છે.

GTUના આ નિર્ણયથી ખેડૂતોને ફાયદાની આશા, થશે સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા

30 જેટલા સ્ટાર્ટઅપ - જ્યારે એગ્રીબિઝનેસ, એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી અને એગ્રીકલચરમાં (Technology Startup in Agriculture) લોજિસ્ટિક એમ ત્રણ કેટેગરીમાં 30 જેટલા સ્ટાર્ટઅપ ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી GTUમાં આવશે, ત્યારે સ્ટાર્ટ અપ માટે એક્ઝિબિશન માટે જ નહીં, પરંતુ સ્ટાર્ટને આગળ લઈ જવા એક નકશો મળે તેમજ જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમદાવાદ કોમર્સ દ્વારા શાર્ક ટેન્કનું (Shark Tank by Ahmedabad Commerce) પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટ અપને તેમાં રજુ કરવામાં આવશે. જે બાદ ઇન્વેસ્ટર તેમને પસંદ આવે તે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ પણ કરશે.

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર GTUની મુલાકાત લીધી જણાવ્યું કે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે?

34 કરોડનું વાર્ષિક ટર્નઓવર - આ બાબતે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, દેશભરના એગ્રીકલ્ચરના 30 ટોપ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં ભાગ લેશે. આ સ્ટાર્ટઅપ વેપારી સરકારી યોજના તેમજ ઇન્વેસ્ટર સાથે કનેક્ટ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટ અપને ફંડિંગ અને સપોર્ટ મળે તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્વેસ્ટરને પણ બોલાવવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ જ્યેન્દ્ર તન્નાએ કહ્યું કે, સ્ટાર્ટઅપને વેગ મળે અને રોજગારીની તકો ઉભી થાય તે રીતે કામ કરવામાં આવશે. હાલમાં તો એગ્રીકલચરને લગતા સ્ટાર્ટઅપ પર ધ્યાન રાખવામાં આવે છે. જરૂર જણાશે તો બીજા સ્ટાર્ટઅપને મદદ કરીશું. સ્ટાર્ટઅપને સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. તેમજ GTU સંલગ્ન સ્ટાર્ટઅપ (GTU Affiliated Startup) દ્વારા 34 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરી અને 3 હજાર લોકીને રોજગારી પણ પુરી પાડવામાં આવી છે. ત્યારે આનાથી ખેડૂતોને ફાયદો થાય તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.