અમદાવાદના સાંસદ માનનીય કિરીટભાઈ સોલંકી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ જગતમાં આ સાંસ્કૃતિક કાર્ય ખરેખર સરાહનીય પ્રયત્ન છે અને આજે મને આનંદ થાય છે કે મારા સંસદીય ક્ષેત્રમાં પહેલી વખત લોકાર્પણ થઈ રહ્યું છે. આ દેવી કાર્યને જનસમુદાય સ્વીકારશે તેવી મને આશા છે. ફિલ્મ નિર્માતા આઝાદ જેવા વિરલ વ્યક્તિને વંદન કરું છું કે તેમણે કઠોર પરિશ્રમ કરીને મુખ્ય નિષ્ઠ અને પ્રશંસનીય સેવા કરી છે.
સંસ્કૃત ભારતીના ગુજરાત પ્રાંત મંત્રી જયશંકર રાવળ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત પ્રચારના વિવિધ પ્રકારના પ્રકલ્પો અને સંસ્કૃત વિષયની વર્તમાન સમયમાં ઉપયોગીતા અને સંસ્કૃત ભારતીના વિવિધ પ્રકલ્પો ગણાવ્યા હતા અને સંસ્કૃતિ ચલચિત્ર અને પ્રશંસનીય ઉપક્રમ ગણાવ્યો હતો.
સંસ્કૃત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આઝાદે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે આપણા દેશમાં રાષ્ટ્રનિર્માણની જરૂર છે, ત્યારે અમોએ રાષ્ટ્રભક્તિને સંસ્કૃત સિનેમાના માધ્યમથી દેશસેવાના માર્ગ પસંદ કર્યો અને અને મને આશા છે કે આવનારા સમયમાં સંસ્કૃત ભાષામાં વધુ ફિલ્મો બનશે યુવાઓ વધુ જાગ્રત થશે અને સંસ્કૃતભાષાનો ફરીથી ઉદય થશે.