ETV Bharat / city

ભાવનગરના ચકચારી દહેજ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ - ભાવનગરનાં દહેજ માંગવાના કેસ પર હાઇકોર્ટે સ્ટે

ગુજરાત હાઇકોર્ટમાં ભાવનગરનાં દહેજ માંગવાના કેસ પર હાઇકોર્ટે સ્ટે (High Court stay on Bhavnagar dowry demand case) આપ્યો હતો. આ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી સામે આવી છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની સહી વગર ચાર્જશીટ થઈ શકે નહીં. ભાવનગર મહિલા પોલીસ સ્ટેશને કોર્ટમાં ચાર્જશીટ કરતાં પોલીસ સામે કન્ટેમપ્ટની અરજી દાખલ કરવામાં આવી છે.

ભાવનગરના ચકચારી દહેજ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ

author img

By

Published : Sep 20, 2022, 9:27 PM IST

અમદાવાદ છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા ભાવનગરનાં દહેજ માંગવાના કેસ પર હાઇકોર્ટે સ્ટે (High Court stay on Bhavnagar dowry demand case) આપ્યો હોવા છતાં કેસમાં ચાર્જશીટ થતાં હાઇકોર્ટે રાજ્ય સરકાર તરફ ભારે નારાજગી દર્શાવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, જવાબદાર અધિકારી સામે પગલાં લો અને માફી મંગાવીને તેને રેકોર્ડ પર લો.

શું છે સમગ્ર મામલો ભાવનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદી દ્વારા દહેજ માંગવામાં આવી રહ્યું છે, એવી ફરિયાદ (Dowry complaint at Women Police Station Bhavnagar) કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ સમગ્ર કેસ ત્યાની ટ્રાયલ કોર્ટમાં ચાલતો હતો. ત્યારબાદ કોઈ ઉકેલ ન આવતા આ સમગ્ર કેસ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં દહેજ માંગવાના આરોપ સાથે થયેલી ફરિયાદમાં હાઇકોર્ટ દ્વારા સ્ટે આપ્યો હોવા છતાં ભાવનગર મહિલા પોલીસ સ્ટેશને કોર્ટમાં ચાર્જશીટ કરતાં પોલીસ સામે કન્ટેમપ્ટની અરજી (Contempt petition against police) દાખલ કરવામાં આવી હતી.

જવાબદારીમાંથી છટકી ના શકે એવો હાઇકોર્ટ દ્વારા આદેશ આ સમગ્ર મામલે અરજદારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશની જે અવગણના કરનારને શીખ મળે તેવા પગલાં લો. આ કેસમાં તપાસ અધિકારીની જે બેદરકારી સામે આવી છે. તેમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની સહી વગર ચાર્જશીટ થઈ શકે નહીં. તેથી તેઓ જવાબદારીમાંથી છટકી ના શકે એવો હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે કે બીજું કોઈ પણ હાઇકોર્ટના આદેશની અવગણના ના કરી શકે.

હાઇકોર્ટ APSIને દંડ ફટકાશે તે સ્વીકાર્ય આ સમગ્ર મામલે બીજી બાજુ રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, આ કેસમાં હાઇકોર્ટ APSIને જે પણ દંડ ફટકાશે તે સ્વીકાર્ય છે. આ કેસમાં કોઈપણ અધિકારીનો અમે બચાવ કરતા નથી. તેથી હાઇકોર્ટ પણ આ વાતની નોંધ લે. જોકે હાઇકોર્ટે આ વાતને સ્વીકારી ન હતી.

PSI સામે કન્ટેમપ્ટ એક્ટ હેઠળ પગલા આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, જે તે જવાબદાર કન્ટેમપ્ટર PSIના વલણને તમે યોગ્ય ઠેરવવાના પ્રયાસ કરશો તો મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા દ્વારા જે તે અધિકારીને બચાવવા માટે થઈને અન્ય કર્મચારીનેને આમાં ઘસેડવાના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે અયોગ્ય છે. આ સાથે કેસમાં કન્ટેમપ્ટર PSI સામે કન્ટેમપ્ટ એક્ટ હેઠળ પગલા લેવામાં આવશે.

પોલીસ અધિકારી એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે આ સાથે જ હાઇકોર્ટે પણ કહ્યું હતું કે, ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (Charge sheet without signature of Incharge) અને કેસના તપાસ અધિકારી એવું તો બિલકુલ કહી ના શકે કે તેમને હાઇકોર્ટનો આદેશ મળ્યો જ નથી. કારણ કે, પોલીસ સ્ટેશનમાં રહેલી સ્ટેશન ડાયરીમાં થતી નોંધને તેઓ અવગણી શકતા નથી. કન્ટેન્ટની કાર્યવાહી માટે બચવા માટે થઈને પોલીસ અધિકારી એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે.

હાઇકોર્ટનો આદેશ મળ્યો નથી એ નહીં ચાલે આ સાથે જ ચીફ જસ્ટીસની ખંડપીઠે હાઇકોર્ટના રજીસ્ટ્રીને પણ સવાલ કર્યો હતો કે, હાઇકોર્ટે જ્યારે ચાર્જશીટ કરવા સામે સ્ટે આપ્યો હતો. સંબંધિત કોર્ટના રજિસ્ટ્રારે ચાર્જશીટ કેવી રીતે લીધી? આ સાથે જ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પણ આદેશ કર્યો છે. રજિસ્ટ્રી અને ભાવનગરી રજીસ્ટ્રીના ભૂલ કરનાર જવાબદાર અધિકારી સામે પગલાં લો. આ સાથે જ હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, હાઇકોર્ટના આદેશ થતા અધિકારી તેનું પાલન કરતા નથી. અધિકારી બહારના બનાવે છે કે, તેમને હાઇકોર્ટનો આદેશ મળ્યો ન હોવાથી તેની જાણ નથી. અધિકારીઓને આ પ્રકારના વલણને ચલાવી લેવાશે નહીં. કારણકે હાઇકોર્ટમાં આ ચોથા પ્રકારનો કેસ સામે આવ્યો છે.

માફી માંગી તેને રેકોર્ડ પર લેવામાં આવે જોકે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, ટ્રાયલ કોર્ટમાં ચાલતા આ કેસની પ્રક્રિયા પર સ્ટે આપીએ છીએ. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તપાસ અધિકારી ફરિયાદીની માફી માંગે. તે માફીને રેકોર્ડ પર લેવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 26 સપ્ટેમ્બર 2022ના રોજ હાથ ધરવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.