ETV Bharat / city

વડોદરામાં પ્રતાપ વિલાસ પેલેસની જગ્યાએ યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી

author img

By

Published : Jun 15, 2021, 3:02 PM IST

વડોદરાના 106 વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસમાં રેલવે યુનિવર્સિટી બનાવવા મામલે ગુજરાત હાઈકોર્ટે આજે એક નિર્ણય આપ્યો હતો. પ્રતાપ વિલાસ હેરિટેજ કેટેગરીમાં હોવાથી નવા બાંધકામથી તેનું મહત્વ ઘટશે અને ઘણા ઝાડ કપાશે તેને લઈ હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જે આજે કોર્ટે ફગાવી દેતા હવે વડોદરામાં હાઈ સ્પીડ ટ્રેનિંગ યુનિવર્સિટી નિર્માણ પામશે.

વડોદરામાં પ્રતાપ વિલાસ પેલેસની જગ્યાએ યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી
વડોદરામાં પ્રતાપ વિલાસ પેલેસની જગ્યાએ યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી
  • વડોદરાના પ્રતાપ વિલાસની જગ્યામાં રેલવે યુની.બનાવવાના નિર્ણય હાઇકોર્ટની બહાલી
  • રાજવી પેલેસની જગ્યામાં યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી
  • રેલવે યુનિવર્સિટીમાં અધિકારીઓને તાલીમ આપવાના હેતુથી આ યુનિવર્સિટી અહીં બનાવવાઈ રહી છે

અમદાવાદઃ પ્રતાપ વિલાસ પેલેસ સામે રેલવે વિભાગ દ્વારા ઈમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2020માં હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. 4 માળની આ ઈમારતના બાંધકામ અંગે અરજીમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં આ ઈમારતના બાંધકામને કારણે ઐતિહાસિક ધરોહર એવા પ્રતાપ વિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, રેલવે વિભાગ માટે હાઈકોર્ટનો આ મહત્વનો આદેશ રહ્યો હતો.

આ પણ વાંચો- જામનગર ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત ત્રણ પત્રકારને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચો- પરિણીતા અપમૃત્યુ કેસમાં આરોપી સાસુ-સસરાના જામીન નામંજૂર

ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરામાં બનશે

જો રેલવેની ડિમ્ડ યુનિવર્સિટી વડોદરામાં બની જાય તો અધિકારીઓને ટ્રેનિંગ માટે વિદેશ જવું નહીં પડે. રેલવેના ક્લાસ વન અધિકારીઓ હવે વડોદરાની યુનિવર્સિટીમાં જ તાલીમ મેળવી શકશે. વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણયને હાઈકોર્ટે બહારી આપી છે. રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી દેતા હવે ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી હવે વડોદરામાં બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.