હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે દરેક પદ માટે ખાસ શૈક્ષિણક લાયકાત અને ધારા-ધોરણ નક્કી કરવામાં આવે છે. આર્યુવેદ હોસ્પિટલમાં વૈદ્ય પંચકર્મા (ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ હોસ્પિટલ) અને ડિસ્ટ્રિક્ટ આર્યુવેદ ઓફિસર વર્ગ - 1ની ખાલી પડેલી જગ્યાઓ માટે આર્યુવેદમાં અણુ-સ્નાતકની ડિગ્રી જોઈએ, જ્યારે અરાજદાર બેચલર ડિગ્રી ધરાવતા હોવાથી તેમની અરજી માની શકાય નહી. એટલું જ નહિ વર્ગ - 1ની ખાલી પડેલી જગ્યા માટે ઉમેદવારને 5 વર્ષ કે તેથી વધુ મેડિકલ ઓફિસર (આર્યુવેદ) તરીકે અનુભવ હોવો જરૂરી છે.
અરજદાર મેડિકલ ઓફિસર (આર્યુવેદ) એસોસિએશન તરફે દલીલ કરવામાં આવી હતી કે છેલ્લા 20 વર્ષથી તેમને પ્રમોશન આપવામાં આવ્યા નથી અને 2008 બાદથી વર્ગ -1 માટેની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી નથી, જ્યારે હવે 2019માં ભરતી કરવામાં આવી છે, ત્યારે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર આવતા તેઓ ઉમેદવાર તરીકે ઉર્તિણ થવામાં ગેરલાયક થયા હોવાથી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી હતી.
વર્ષ 2017માં ગુજરાત સરકારે આર્યુવેદ હોસ્પિટલમાં વૈદ્ય પંચકર્મા (ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ હોસ્પિટલ) અને ડિસ્ટ્રિક્ટ આર્યુવેદ ઓફિસર વર્ગ - 1 પદ માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરી આર્યુવેદમાં અણુ-સ્નાતકની પદવી કરી હતી, જ્યારે તે પહેલા વર્ગ-2 માટેની બેચલર ઈન આર્યુવેદ એન્ડ મેડિકલ સર્જરીની ડિગ્રી અને 7 વર્ષ કે તેથી વધુના અનુભવને શૈક્ષણિક લાયકાત ગણવામાં આવતી હતી. રાજ્ય સરકારે 2017માં પરીપત્ર થકી શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરતા 2019માં બહાર પડેલી વૈદ્ય પંચકર્મા (ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ હોસ્પિટલ) અને ડિસ્ટ્રિક્ટ આર્યુવેદ ઓફિસર વર્ગ - 1ની જગ્યા માટે મેડિકલ ઓફિસર (આર્યુવેદ) ઉર્તિગ ન થઈ શકતા તેમના તરફે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.