ETV Bharat / city

ગેરકાયદેસર કતલખાનાનો મામલે હાઇકોર્ટે GPCBને જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ

ગુજરાતમાં લાયસન્સ વગર ચાલતા કતલખાનાના મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, સોગંદ નામાં મુજબ રાજ્યમાં આઠ કતલખાનાને પરવાનગી છે લાયસન્સ અપાયા છે. જે કાયદેસર ગણાય નહીં. High Court Public Interest Litigation, Slaughterhouses Permits and Licensed are illegal

ગેરકાયદેસર કતલખાનાનો મામલે હાઇકોર્ટે GPCBને જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ
ગેરકાયદેસર કતલખાનાનો મામલે હાઇકોર્ટે GPCBને જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ
author img

By

Published : Sep 7, 2022, 10:49 PM IST

અમદાવાદ ગુજરાતમાં લાયસન્સ વગર ચાલતા કતલખાનાના મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board) અને રાજ્ય સરકારને 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. કતલખાના અંગે જાહેર હિતની થયેલી અરજીમાં, સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે, સરકારના સોગંદ નામાં મુજબ રાજ્યમાં આઠ કતલખાનાને પરવાનગી છે. 300થી વધુ કતલખાનાને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ (Food Safety and Standards Act) મુજબ લાયસન્સ અપાયા છે, જે કાયદેસર ગણાય નહીં.

શું છે સમગ્ર મામલો કતલખાના ચલાવવા માટે, પ્રિવેંશન્સ ઓફ એનિમલ ક્રુઅલ્ટી સ્લોટર હાઉસ એક્ટ (Prevention Animal Cruelty Slaughter House Act) હેઠળ મંજૂરી આપવાની હોય છે. રાજ્ય સરકારે સ્લોટર હાઉસ કમિટી (Slaughter House Committee) માટે નિમેલા બે પ્રોમિનન્ટ લોકો કોઈ પણ પ્રકારનું કોમ્યુનિટી કરતા નથી. રાજ્ય સરકારે કતલખાના પર નજર રાખવા માટે બનાવેલી જિલ્લા સ્તરીય કમિટી માત્ર કાગળ પર છે. તેની ખરા અર્થમાં રચના થઈ જ નથી તેના અસ્તિત્વ અંગે કોઈ સરકારી વિભાગને ખબર પણ નથી.

કતલખાના અંગે બેઠક સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા દરેક અધિકારી બંધાયેલા હોય છે. જોકે અહીં તેનો ભંગ થઈ રહ્યો છે. રાજ્યમાં કયા કયા સ્થળે ગેરકાયદેસર કતલખાના ચાલે છે. તેની વિગતો તંત્રને આપેલી જ છે, પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી. એટલું જ નહીં રાજ્ય સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના સંદર્ભે કોઈ વિગતો જ નથી. આ સમગ્ર મામલે બીજી બાજુ રાજ્ય સરકારની રજૂઆત હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ 6 ઓગસ્ટ 2012ના રોજ જંગલ અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની (Principal Secretary Forest Environment Department) અધ્યક્ષતામાં કતલખાના અંગે બેઠક મળી હતી.

જિલ્લા સ્તરે પણ સ્લોટર હાઉસ કમિટી આ પછી 23 ઓક્ટોબર 2012 ના રોજ રાજ્ય સ્તરીય સ્લોટર હાઉસ કમિટી બનાવાયેલી છે. જેમાં બે પ્રોમીનેન્ટ લોકોની નિમણૂક પણ કરવામાં આવી છે. આ પછી રાજ્ય સરકારે જિલ્લા સ્તરે પણ સ્લોટર હાઉસ કમિટી બનાવી છે અને સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન પણ કર્યું છે.

ગેરકાયદેસર ચાલતા સ્લોટર હાઉસ અંગે તપાસ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે, રાજ્ય સરકારને ટકોર કરી છે કે, શહેરમાં કોઈ સ્થળે ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ બનતી હોય તો અધિકારીઓ કેવી રીતે તરત જ ત્યાં પહોંચી જાય છે. દરેક વિગતોની તપાસ કરે છે. તે જ રીતે અધિકારીએ ગેરકાયદેસર રીતે ચાલતા સ્લોટર હાઉસ અંગે તપાસ કરવાની છે. અરજદારે પણ ગામ , તાલુકા, શહેર કે જિલ્લામાં કયા સ્થળે ગેરકાયદેસર રીતે કતલખાના ચલાવવામાં આવી રહી છે. તે અંગે તંત્રને વિગત આપેલી જ છે. એની સમગ્ર વિગતો સાથે સાથે માહિતી સાથે એકત્ર કરો.

કયા આધારે લાયસન્સ આપવામાં આવ્યા હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશો પણ આપ્યો છે કે, કતલખાના સમિતિમાં રાજ્ય સરકારે નિમેલા બે પ્રોમીનેન્ટ લોકોના નામ અને સરનામા આપો તેમ જ સ્લોટર હાઉસ કમિટીની મિનિટની ઓરિજિનલ બુક પણ રજૂ કરો. જિલ્લા સ્તરીય કતલખાના કમિટીની વિગતો આપો. કયા આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ 2011 પ્રાણીઓને કતલ કરવા માટે મંજૂર કરેલા લાયસન્સ પણ રજૂ કરો.

  1. ક્યા આધારે લાઇસન્સ આપવામાં આવ્યા છે?
  2. કોને કોને લાઇસન્સ આપવામાં આવેલા છે?
  3. દુકાનમાં કતલખાના ચલાવવા માટે મંજૂરી કેવી રીતે આપી શકો?.

કતલખાના અંગે રિપોર્ટ આ સાથે જ હાઇકોર્ટે ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ નિર્દેશ આપેલો છે કે, રાજ્યનાં તાલુકા શહેર ગામડા કે જિલ્લાના મંજૂરી વગર ચાલતા કતલખાના અંગે પણ રિપોર્ટ આપો. મહત્વનું છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠએ રાજ્ય સરકાર અને GPCBને 17 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 19 સપ્ટેમ્બર 2022ના રોજ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.