ETV Bharat / city

દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું - warrant for non-payment of alimony

પત્ની અને બાળકને ભરણપોષણ(Case of alimony) આપવાના હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા(Contempt of court order) ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે અજય સામે નોન બેલેબલ વોરંટ(Non-bailable warrant) જારી કર્યો હતો. તેમજ રીમાબેનના પતિ હાલ દુબઈમાં રહેતા હોવાના કારણે દુબઈમાં ભારતના દુતાવાસને પણ અજય સામે નોન બેલેબલ(Non Bailable) વોરંટ ઈસ્યુ કર્યાની જાણ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું

author img

By

Published : Nov 30, 2021, 6:49 PM IST

  • ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે અજય સામે નોનબેલેબલ વોરંટ જારી કર્યો
  • અજય દર મહિને નહી પરંતુ ક્યારેક જ ભરણપોષણનાં પૈસા મોકલાવતો હતો
  • કોર્ટેના આદેશના તિરસ્કાર બદલ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરાયો

અમદાવાદ: રીમા બેન દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેનો પતિ અજય દર મહિને નહી પરંતુ ક્યારેક જ ભરણપોષણ(Case of alimony)નાં પૈસા મોકલાવતો હતો. તેમજ ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં અજયે ભરણ પોષણનાં પૈસા મોકલાવ્યા નથી. આ સામે કોર્ટે અજયના વકીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેમના તરફથી આ અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી તેમજ કેસના તમામ કાગળિયા પણ તેમની પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આમ સામેવાળા પક્ષ તરફથી કોઈ રજૂઆત ન થતા કોર્ટે પોતાના આદેશના તિરસ્કાર બદલ નોન બેલેબલ(Non-bailable warrant) વોરંટ ઇશ્યુ કર્યો હતો.

દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2011માં રીમાબેન(નામ બદલ્યું છે)ને તેમના પતિ અજય એ (નામ બદલ્યું છે) છૂટાછેડા લેવા માટે અરજી કરતા ફેમિલી કોર્ટે રીમાબેનને માસિક 12 હજાર અને તેમના પુત્રને માસિક 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ સામે રીમાબેને વર્ષ 2015માં વધુ ભરણપોષણ મેળવવા માટો હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સામે હાઇકોર્ટે રીમાબેનને 25 હજાર રૂપિયા અને તેમના બાળકને 10 હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવા અજયને આદેશ કર્યો હતો. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં અજય એ ભરણપોષણ સમયસર ન ચૂકવતાં તેની સામે કોર્ટના આદેશનો તિરસ્કાર કરવા બદલ તેના વિરુદ્ધ અરજી થઈ હતી.

કોર્ટે આદેશમાં શું કહ્યુ?

આ મુદ્દે રિમાબેનનાં એડવોકેટ સંજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટે પોતાના આદેશના તિરસ્કાર બદલ અજય સામે નોનબેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યો હતો. આ સામે તેમણે રજીસ્ટ્રારને આદેશ કર્યો હતો કે દુબઈમાં રહેતા અજયની સામે નોનબેલેબલ વોરન્ટ ઇસ્યુ કરાઈ હોવાની જાણ ત્યાંના ભારતીય દુતવાસને પણ કરવામાં આવે તેમજ વધુમાં કોર્ટે કહ્યું હતું કે, જો આગળ જતાં આ નોટિસ ઇસ્યુ ન થાય તો કોર્ટ લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરશે.

આ પણ વાંચો : મહેમૂદ પ્રચાર સામે સર્ચ વોરંટ વિરુદ્ધ દાખલ કરેલી અરજી અંગેનો નિર્ણય

આ પણ વાંચો : ફાજિલ વિરુદ્ધ વોરંટ જારી, સ્વપ્ના અને સંદીપની પૂછપરછ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.