અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે તમામ વકીલોને કોર્ટની ગરિમાને શોભે એ રીતે વર્તન કરવાનો નિર્દેશ કર્યો છે. તેમ છતાં એડવોકેટ જે.વી. અજમેરા વીડિયો કોન્ફરેન્સથી ચાલી રહેલી કોર્ટની સુનાવણી દરમિયાન કારમાં બેઠા બેઠા સિગરેટ પીતા નજરે ચડ્યા હતા, જેથી કોર્ટે તેમની ભારે ટીકા કરી છે.
હાઇકોર્ટે રજીસ્ટ્રીને આ મુદ્દે દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે અને એડવોકેટને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નકલ રવાના કરવાનો પણ હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, આ પ્રકારનું વર્તન ચલાવી લેવાશે નહીં.