ETV Bharat / city

પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા મુદ્દે હાઇકોર્ટે સખત વલણ અપનાવ્યું હતું. એક જાહેર હિતની અરજી મામલે કોર્ટે આજે પ્લાસ્ટિકના વપરાશ ઉપર ચિંતા વ્યક્ત (High Court expresses concern over use of plastic) કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એકટ 2016 મુજબ પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ખાસ કરીને મલ્ટી લેયર પ્લાસ્ટિક પ્રોડકટ ઉપર રોક (Ban on multi-layer plastic products) લગાવવા કોર્ટે નોંધ કરી હતી.

પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના
પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના
author img

By

Published : Nov 26, 2021, 7:50 PM IST

  • પ્લાસ્ટિક પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે- હાઇકોર્ટ
  • પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ, વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન રોકવામાં આવે એવી માંગણી
  • 10 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ: (High Court expresses concern over use of plastic) મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા મુદ્દે હાઇકોર્ટે સખત વલણ અપનાવ્યું હતું. 2016માં પ્રતિબંધિત પેપર કપ, પેપર ગ્લાસ, અને અન્ય માટીરીયલ જે રિસાયકલ ન થતું હોય એમને બંધ કરવા બાબતે થયેલી અરજી ઉપર સુનાવણી થઇ હતી. અરજીમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ (Ban on multi-layer plastic products), વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન રોકવામાં આવે એવી માંગણી ભારતના એડિશનલ સોલિસીટર જનરલ (Additional Solicitor General of India) દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ફાયર સેફ્ટી મામલે છેલ્લા 4 મહિનામાં સઘન કાર્યવાહી કરવામાં આવી, હાઇકોર્ટમાં રાજ્ય સરકારનો દાવો

પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ

આજે થયેલી સુનાવણીમાં કોર્ટે નોંધ કરી હતી કે, આ પ્રકારના પ્લાસ્ટિક પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. આ સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને (Gujarat Pollution Control Board) પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, આ પ્રકારના પ્લાસ્ટિકને લઈને જરૂરી યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ છે, જે માટે લોકોને જાગૃત કરવા જોઈએ. લોકોએ પણ આ બાબતને સમજવી જરૂરી છે. આ મામલે 10 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.