અમદાવાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (India President visit to Gujarat) રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગુજરાતની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ લોન્ચિંગ કાર્યક્રમમાં (Startup Launching Program at Gujarat University) હાજરી આપી હતી. જેમાં ગુજરાતના રાજ્યપાલ (Governor of Gujarat) આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ઢીંઢોર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા તથા અન્ય ગુજરાત યુનિવર્સિટીના કુલપતિઓ પણ હાજર રહ્યા હતા.
herStart platfrom લોન્ચ કર્યું એ ગૌરવની વાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં આવીને ગૌરવની લાગણી અનુભવી રહી છુ. ગુજરાતની અગ્રીણી યુનિવર્સિટીમાંની એક છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને દેશનું ગૌરવ એવા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ પણ આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. આજે યુનિવર્સિટીમાં 450 જેટલા સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે. જેમાં 15000 જેટલી મહિલાઓ આ ઇનોવેશન સાથે સંકળાયેલી છે. herStart platfrom સ્ટાર્ટઅપ લોન્ચ કરવા મને જે લાભ મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે.
ગુજરાત અન્ય રાજ્ય માટે પ્રેરણા વધુમાં ઉમેર્યું હતું કે વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત દેશને દિવસે આગળ વધી રહ્યું છે. તેવી જ રીતે ગુજરાત અન્ય ક્ષેત્રે સાથે હવે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં કોલેજની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે. હાલમાં રાજ્યમાં ત્રણ હજારથી પણ વધુ કોલેજો આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી અનેક સુવિધાઓ લાગુ કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ એ અન્ય રાજ્યો કરતાં ઘણો આગળ છે. અન્ય રાજ્યો માટે પ્રેરણા રૂપી છે. ગુજરાતનો જે પ્રમાણે વિકાસ થયો છે. તે પ્રમાણે અન્ય રાજ્યનો પણ વિકાસ થશે તો દેશ ખૂબ જ ઝડપી આગળ વધશે.
દેશની રક્ષા નારી કરી રહી છે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે વિકાસના કામ (Tribal Society Development ) થાય એ ગૌરવની વાત છે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે નવા નવા સ્ટાર્ટઅપ થઈ રહી છે. એક સમય એવો હતો જ્યાં સ્ટાર્ટ અપની વાત કરી ત્યારે લોકો મજાક સમજતા હતા. બુલેટ ટ્રેન પણ એક સપના જેવી વાત લાગતી હતી. પરંતુ આપણે નરેન્દ્ર મોદીના આભારીએ છીએ તેમને દેશના બાળકોની ક્ષમતા ઓળખી અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું. આજે જે પુરુષ કામ કરી શકે છે. તે જ કામ મહિલાઓ પણ કરી શકે છે. ઓલમ્પિક ગેમ્સ હોય તેમાં પણ 90 ટકા ગોલ્ડ મેડલ મહિલાઓ લઈને આવે છે. આ સરહદ પર AK 47 લઈને દેશની રક્ષા પણ મહિલાઓ કરે છે. દેશની મહિલા ડોક્ટર અને પાયલોટ બને છે. દેશની ગરિમાને આગળ વધવાનું કામ પણ આજે દેશની મહિલાઓ કરી રહી છે. જે આપણા માટે ગૌરવની વાત કહેવાય.
ગુજરાતના ઇતિહાસમાં અનોખી ઘટના ગુજરાતના શિક્ષણ પ્રધાન (Education Minister of Gujarat) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું તે આજે ગુજરાતમાં અનોખી ઘટના બનવા જઈ રહી છે એક બાજુ નવદુર્ગનો પૂજા કરવામાં આવે છે ત્યારે આજ નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે એક નવા સ્ટાર્ટઅપનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા લોકોએ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાત યુનિવર્સિટી વિવિધ અલગ અલગ ક્ષેત્રે દેશની ટોપ 50ની અંદર આ યુનિવર્સિટીને ઘરણા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ 2020 (New Education Policy 2020) અમલમાં મુકવામાં આવી હતી. ગરીમા સેલની રચના પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરવામાં આવી હતી.
આદિવાસી લોકો માટે શાળા ઇ લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તે બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી ખાતેથી રાજપીપળાના આદિવાસી બાળકો માટે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય એમ બે શાળા તથા હોસ્ટેલનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ થવાની સાથે જ આદિવાસી બહેનોને સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થશે.