ETV Bharat / city

ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવો: સરકારને હાઈકોર્ટનો આદેશ - ગુજરાતમાં હેલ્મેટનો કાયદો

હેલ્મેટના નિયમો (Helmet Rules In Gujarat)નો કડકાઈથી અમલ કરાવવાનો હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, હેલ્મેટના કાયદાનો કડકાઈથી કેમ અમલ કરવામાં આવી રહ્યો નથી? હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત નથી કે શું?

Helmet Rules In Gujarat: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવવા હાઈકોર્ટનો નિર્દેશ

author img

By

Published : Mar 24, 2022, 7:19 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં હેલ્મેટ (Helmet Rules In Gujarat) પહેરવાના નિયમો કડક થઈ શકે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ (Chief Justice Of Gujarat High Court) અરવિંદ કુમારે આ મામલે ગંભીર નોંધ લીધી છે, ત્યારે હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઇથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી એક કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (Contempt Of Court Gujarat High Court)ની સુનાવણી દરમિયાન આ અંગે વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકાર

સરકાર ઢીલાશ કેમ રાખી રહી છે?- હાઈકોર્ટમાં ચાલી રહેલા એક કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, હેલ્મેટના કાયદા (Helmet laws in gujarat)નો કડકાઈથી કેમ અમલ કરવામાં આવી રહ્યો નથી? તેમજ તેમણે એમ પણ પૂછ્યું હતું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત નથી કે શું? કે પછી કંઈ નિયમનું પાલન જ નથી થઈ રહ્યું? ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને કહ્યું કે, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષા (Public safety in gujarat) બાબતની અમલવારી થવી જ જોઈએ. તેના માટે સરકાર ઢીલાશ કેમ રાખી રહી છે?

આ પણ વાંચો: Traffic Police Special Drive: સુરતમાં હેલમેટ ન પહેરનાર અને સીટ બેલ્ટ ન બાંધનારને પકડવાની ડ્રાઇવ

હેલ્ટમેટના કાયદાનો સખ્ત અમલ કરવામાં આવશે- આ સમગ્ર મામલે મુખ્ય સરકારી વકીલે પણ કોર્ટને એવી ખાતરી આપી છે કે, સમગ્ર રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ કરવામાં આવશે અને તેના ઉપર હાલ પણ અમલવારી ચાલી જ રહી છે. લોકો પણ આ કાયદાનું પાલન સખ્ત રીતે કરશે તેવી ખાતરી સરકારી વકીલે આપી હતી. આ ઉપરાંત ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે, કડક નિયમની અમલવારીથી નાગરિકોમાં રોષ જોવા મળશે. પરંતુ પોલીસે આનો ઉકેલ સંયમથી લાવવાનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.