ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ - હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાની 2 સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી 3 દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ETV BHARAT
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
author img

By

Published : Jul 4, 2020, 7:03 PM IST

અમદાવાદઃ રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શનિવારે સાંજે 6 કલાક સુધી કુલ 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં થયો છે. આ ઉપરાંત તાલાલામાં 2 ઇંચ, અમરેલીના જાફરાબાદ અને બાબરામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ અને સુરતના ઉમરપાડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

શનિવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહીં કોડીનારમાં 6 અને તાલાલામાં 2 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત અમરેલીના જાફરાબાદમાં સાંજે 4થી 6 વચ્ચે 3 ઇંચ અને બાબરામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે જ અમરેલીના વાડીયામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ-ખંભાળિયામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે.

ETV BHARAT
રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરવામાં આવે તો, સુરતના ઉમરપાડામાં ગત 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. આ સાથે જ ગાંધીનગરના દહેગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે ભરૂચના વાલિયામાં 2 ઇંચ અને ડાંગના આહવામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.