અમદાવાદઃ શહેરમાં રવિવારે ભારે મેઘતાંડવ જોવા (Heavy Rain in Ahmedabad) મળ્યું હતું. અહીં સાંજે વાદળછાયું વાતાવરણ હતું ને છેવટે રાત્રે ધોધમાર વરસાદ (Heavy Rain in Ahmedabad) પડ્યો હતો. અહીં ત્રણ કલાકમાં તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે સ્થાનિકો તેમ જ વાહનચાલકો ખૂબ જ હેરાન (Due to Rain Drivers in Trouble) થયા હતા. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર પણ પાણી ભરાતા પ્રવાસીઓ અટવાયા હતા. બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાઈ જતાં લોકોએ ડોલથી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી.
વડાપ્રધાને ગુજરાતની સ્થિતિની મેળવી વિગતો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાને પણ દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે. તેના કાણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને વિગતો આપી હતી. જ્યારે વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોંચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.
આ વિસ્તારોમાં ભરાયા પાણી - આંબાવાડીમાં પુષ્પક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કમર સુધી પાણી (Heavy Rain in Ahmedabad) ભરાયું હતું. આના કારણે વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. અહીં સ્થાનિકો સોસાયટીની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પાણી ભરાઈ જવાના કારણે ચાલતા આવતા લોકોને દોરડાની મદદથી પાણીની બહાર લાવવામાં આવ્યા હતા. શહેરના પરિમલ ચાર રસ્તા, રામદેવનગર, જોધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, શિવરંજની, પાલડી સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો-આ જિલ્લામાં વરસાદ રાહતને બદલે બન્યો આફત, રેસ્ક્યૂ માટે મદદે આવ્યા યુવાનો
શહેર જળબંબાકાર બન્યું - અતિશય ભારે વરસાદના કારણે શહેરની ડ્રેનેજ સ્ટોર્મ વોટર લાઈનની વહન ક્ષમતા કરતા અનેકગણું વધારે પાણી આવી જતા શહેર જળબંબાકાર બન્યું હતું, પરંતુ વરસાદ બંધ થયાના ગણતરીના કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation in Action) મહત્તમ રોડ ક્લિઅર કરાવ્યા હતા. બીજી તરફ ભારે વરસાદના કારણે શાળા કૉલેજો પણ બંધ કરવાની ફરજ (Schools and colleges closed in Ahmedabad due to rains) પડી હતી.
આ પણ વાંચો- ઘોર બેદરકારી, દરિયામાં કરંટ દેખાયો છતાં સહેલાણીઓ જઈ રહ્યા છે ન્હાવા
શહેરમાં વરસાદની સ્થિતિ - અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો, પૂર્વ ઝોનમાં 6 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 11 ઈંચ, ઉત્તર દક્ષિણ ઝોનમાં 9 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 11 ઈંચ, મધ્ય ઝોનમાં 9 ઈંચ, દક્ષિણ ઝોનમાં સાડા 5 ઈંચ, દક્ષિણ ઝોનમાં સાડા 9 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ શહેરમાં સરેરાશ 9 ઈંચ વરસાદ (Heavy Rain in Ahmedabad) ખાબક્યો હતો. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ નોંધાયો હતો. આ સાથે જ 5 અંડરપાસ બંધ કરી દેવાયા હતા.
અન્ય જિલ્લાની સ્થિતિ - ખેડા જિલ્લાના નડીયાદ સહિતના વિવિધ વિસ્તારોમાં (Heavy Rain in Kheda) ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ લોકોને બહાર કાઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Gujarat Disaster Management Minister Rajendra Trivedi) રવિવારે જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
NDRF સ્ટેન્ડ બાય - રાજ્ય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તો NDRF અને SDRFની ટીમોને લોકોને બચાવવા માટે મૂકવામાં આવી છે.
CMએ કરી સમીક્ષા - બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
નદીઓના જળસ્તરમાં થયો વધારો - તો આ તરફ રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. આના કારણે કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો. એટલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે સોમવારે અમદાવાદમાં શાળા કૉલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં સરેરાશ 114.3 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં પાલડી, વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં સૌથી વધુ 241.3 મીમી વરસાદ નોંધાયો હતો.
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા - છોટા ઉદેપુરમાં (Pool breaks in Chhota Udepur) રવિવારે અવિરત ભારે વરસાદને કારણે પૂલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જોકે, અહીં બચાવ કામગીરી ચાલુ રહેતા લગભગ 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ ઔરંગા નદી ઓવરફ્લો થઈ હતી અને ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. તો NDRFની ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય કરે છે.
હવામાન વિભાગની આગાહી - ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે (Meteorological Department Rain Forecast) દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. IMDએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ડાંગમાં ઝાડ પડ્યા - ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 251.25 મિમી વરસાદ પડ્યો હતો. જોકે, ત્યારે તંત્ર એલર્ટ પર છે. જિલ્લાના 18 માર્ગો ઉપર પાણી ભરાયા હતા. જ્યારે 26 ગામો અસરગ્રસ્ત થયા હતા. તો જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા 24 કલાક દરમિયાન 275 મિમી (મોસમનો કુલ વરસાદ 857 મિમી), વઘઈમાં 288 મિમી (કુલ 872 મિમી), સુબિર તાલુકામાં 211 મિમી (કુલ 752 મિમી), સાપુતારા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકનો 231 મિમી (મોસમનો કુલ 719 મિમી), જિલ્લામાં કુલ 1,005 મિમી વરસાદ નોંધાતા સરેરાશ 251.25 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 3,200 મિમી એટલે કે સરેરાશ 800 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે જિલ્લામાં ઝાડ પર પડી ગયા હતા.
અરવલ્લીમાં ધોધમાર વરસાદ - અરવલ્લીના ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ધનસુરા મોડાસા ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી પડી હતી.
ઈડર ગઢમાં સૌંદર્ય નજારો - સાબરકાંઠાના ઈડર ગઢ પર સૌંદર્ય નજારો જોવા મળ્યો હતો. ઈડર ગઢ વાદળથી ઢંકાઈ ગયો હતો. વાદળો જાણે નીચે આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ ઝરમર વરસાદ વચ્ચે ઈડરિયો ગઢ સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું.
નવસારીમાં બોટ તણાઈ - નવસારીમાં ગુરુકૂળ સુપા પાસે પૂણા નદીમાં બોટ અથડાવવાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પૂર્ણા નદીની સપાટી વધતા નદીમાં એક બોટ તણાઈ આવી હતી. સાથે જ લૉ લાઈન બ્રિજ પાસે બોટ આવતા બોટ બ્રિજ સાથે અથડાઈ હતી. આ ઉપરાંત પાણીની સપાટી વધતા ગુરુકુલ સુપા અને કુરેલ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. બીજી તરફ પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.