ETV Bharat / city

અમદાવાદમાં વરસાદથી ગટરના પાણી બેક મારવા લાગ્યા, રસ્તાઓ ધોવાયા - saraspur Ahmedabad

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

heavy
અમદાવાદ
author img

By

Published : Aug 23, 2020, 6:26 PM IST

અમદાવાદ: શહેરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના કારણે ગટરોના પાણી ઉભરાઇ ગયા હતા. સવારથી પાણી ભરાયા હોવા છતાં કોર્પોરેશનનું તંત્ર કામગીરી માટે પહોંચ્યું નથી. ગટરો બેક મારવાની સમસ્યા કેચપીટ સાફ ન કરી હોવાના કારણે સર્જાઈ છે. સરસપુરના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. તેમજ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઉસ્માનપુરા, વાડજ, ઓઢવ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, સીટીએમ, બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

  • અમદાવાદ શહેરમાં વરસાદ
  • ગટરના પાણી બેક મારવા લાગ્યા
  • સરસપુરના લોકો વરસાદી પાણીથી પરેશાન

લાંબા સમયના વિરામ બાદ અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી પડી રહેલા ઝરમર વરસાદ બાદ શહેરમાં વરસાદ વધ્યો હતો. ચાર કલાકમાં શહેરમાં 1 જેટલો ઇંચ વરસાદ નોંધાયો છે. રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઉસ્માનપુરા, વાડજ, ઓઢવ, મેમકો, નરોડા, સૈજપુર, સરખેજ, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદથી ગટરના પાણી બેક મારવા લાગ્યા

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં શનિવાર રાતથી સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી. શહેરમાં સતત વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે હજુ પણ શહેરમાં આગામી 3 દિવસથી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.