અમદાવાદ: સમગ્ર રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 90 ટકા વરસાદ પડ્યો છે. જો કે, એલર્ટને ધ્યાનમાં રાખી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે.

અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદ પડશે. તમામ જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે, તો NDRFની વધુ કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.