અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેરઠેર પાણી ભરાવવાની સ્થિતિ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના વહેલી સવારે જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેના કારણે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ કોર્પોરેશનની પોલ થોડાક જ વરસાદે ખોલી નાખી હતી, જે રીતે કોર્પોરેશન પ્રિમોન્સુન કામગીરીની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. જોકે કથની અને કરણીમાં અનેક અંતર જોવા મળી રહ્યું છે, કારણ કે, વહેલી સવારે એક કલાક જેટલા સમયમાં જે રીતે વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું તેના કારણે નરોડા જેવા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.
અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી - કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પૈકી ગત મોડીરાતથી અમદાવાદમાં શરૂ થયેલા વરસાદે વહેલી સવાર સુધીમાં પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જેને લઇ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીને લઇને લોકોમાં અનેક પ્રશ્નો જોવા મળ્યા હતા.