અમદાવાદ : ગુજરાતમાં ધીમેધીમે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. આજે સોમવારે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી રહ્યું હતું. ત્યાર પછી કેશોદમાં તાપમાન 43.4 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી, કંડલામાં 43.2 ડિગ્રી અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીરસોમનાથ, ભાવનગર, પોરબંદર, સુરતમાં તાપમાનનો પારો વધુ ઊંચે જશે.
અમદાવાદમાં આજે ગરમીનું પ્રમાણ એકાએક વધ્યું હતું. જો કે લૉકડાઉન હોવાથી રોડરસ્તા સાવ સૂમસામ જ હતા. હવે આગામી દિવસોમાં ગરમી વધશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી, ડીસા 42.8 ડિગ્રી, વડોદરમાં 42.2 ડિગ્રી, પોરબંદર 42.4 ડિગ્રી, ભૂજ 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 41.6 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને ભાવનગરમાં 41.1 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી, સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સાથે હોટ સિટી - heat wave in gujarat
ગુજરાતમાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો હજી વધુ ઊંચે જશે. આજે સોમવારે સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સાથે સૌથી વધુ હોટેસ્ટ શહેર રહ્યું હતું.

અમદાવાદ : ગુજરાતમાં ધીમેધીમે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. આજે સોમવારે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી રહ્યું હતું. ત્યાર પછી કેશોદમાં તાપમાન 43.4 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી, કંડલામાં 43.2 ડિગ્રી અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીરસોમનાથ, ભાવનગર, પોરબંદર, સુરતમાં તાપમાનનો પારો વધુ ઊંચે જશે.
અમદાવાદમાં આજે ગરમીનું પ્રમાણ એકાએક વધ્યું હતું. જો કે લૉકડાઉન હોવાથી રોડરસ્તા સાવ સૂમસામ જ હતા. હવે આગામી દિવસોમાં ગરમી વધશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી, ડીસા 42.8 ડિગ્રી, વડોદરમાં 42.2 ડિગ્રી, પોરબંદર 42.4 ડિગ્રી, ભૂજ 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 41.6 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને ભાવનગરમાં 41.1 ડિગ્રી નોંધાયું છે.
TAGGED:
heat wave in gujarat