ETV Bharat / city

Hearing in High Court : ગૂજરાત વિદ્યાપીઠને શો કોઝ નોટિસ મામલે યુજીસીએ હાઈકોર્ટમાં શું આપ્યો જવાબ? જાણો

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (University Grants Commission) નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠને નોટિસ (Notice to Gujarat Vidhyapith ) પાઠવવામાં આવી હતી. યુજીસીએ પાઠવેલી શો કોઝ નોટિસમાં (UGC Notice) એવી ગંભીર વાત છે કે વિદ્યાપીઠે હાઇકોર્ટમાં દોડી જવું પડ્યું હતું.. જેની સુનાવણીમાં યુજીસીએ શું જવાબ આપ્યો તે જાણો અહેવાલમાં.

Hearing in High Court : ગુજરાત વિદ્યાપીઠને શો કોઝ નોટિસ મામલે યુજીસીએ હાઈકોર્ટમાં શું આપ્યો જવાબ? જાણો

author img

By

Published : Jun 23, 2022, 9:28 PM IST

Updated : Jun 23, 2022, 9:55 PM IST

અમદાવાદ: અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠની યુજીસી (University Grants Commission) દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. શો કોઝ નોટિસ (Notice to Gujarat Vidhyapith ) પાઠવવામાં આવી છે, જેમાં વિદ્યાપીઠ પાસેથી ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો પરત ખેંચવામાં આવે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટિસને લઈને ગૂજરાત વિદ્યાપીઠે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેથી હાઈકોર્ટે નોટિસ પાઠવતા આજે યુજીસીએ પોતાનો જવાબ હાઈ કોર્ટમાં રજૂ (Hearing in High Court ) કર્યો હતો.

યુજીસીએ શું આપ્યો જવાબ- આ સમગ્ર મામલે યુજીસીએ પોતાનો જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, નોટિસ પછી પણ વિદ્યાપીઠ (Notice to Gujarat Vidhyapith ) દ્વારા હજુ સુધી યુજીસી ન જવાબ આપવામાં આવ્યો નથી. નિયમોના ભંગ મુદ્દે વિદ્યાપીઠ સામે ugc એહજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેથી આ બાબત હજુ સંપૂર્ણપણે યુજીસીના સમક્ષ વિચાર વિમર્શ હેઠળ ચાલી રહી છે. જેને લઇને આ સમય દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરી છે તે ખૂબ જ વહેલી (Hearing in High Court ) છે. સાથે યુજીસી દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે જો આ શો કોઝ નોટિસને (UGC Notice) રદ કરવામાં આવશે તો યુનિવર્સિટીની નાણાકીય અનિયમિતતાના કેસમાં તપાસ અને પૂછપરછ કરવાના હકમાં અવરોધરૂપ સાબિત થશે.

આ પણ વાંચોઃ માનસિક અસ્થિર સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં આવી અરજી, શું છે સમગ્ર મામલો

1963માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો મળ્યો છે- આ કેસમાં મહત્વનું છે કે ગૂજરાત વિદ્યાપીઠને વર્ષ 1963માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો હતો.એ સમયે એવી શરત મૂકવામાં આવી હતી કે ગૂજરાત વિદ્યાપીઠ સંસ્થા માટેના સંબંધિત અધિનિયમ હેઠળ સોસાયટી તરીકે અલગથી નોંધણી કરવાની રહેશે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ (Gujarat Vidhyapith Trust) બંનેને અલગ કરવાના હેતુ માટે થઈને વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર

નિયમનું પાલન કરવામાં આવ્યું નથી -ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આ શરતને અવગણવામાં આવતાં નિયમનું પાલન (Notice to Gujarat Vidhyapith ) કરવામાં આવ્યું નથી. સાથે વિદ્યાપીઠમાં મોટાપાયે નાણાંકીય ગેરરીતિઓ પણ ચાલી રહી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતાં. જેની તપાસ બાદ ગાંધીજીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જેને લઇને યુજીસીએ ગૂજરાત વિદ્યાપીઠને નોટિસ (UGC Notice) પાઠવવામાં આવતા વિદ્યાપીઠ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઇને હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ (Hearing in High Court ) પણ પાઠવી છે.

Last Updated : Jun 23, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.