ETV Bharat / city

8 વર્ષ પહેલા 50 કરોડના ખર્ચે પાટણમાં બનેલી આયુર્વેદિક કૉલેજની હાલત જર્જરિત, હાઈકોર્ટ ખફા - પાટણ આયુર્વેદિક કોલેજ મામલે સુનાવણી

8 વર્ષ પહેલા 2013માં પાટણ (Patan)માં બનાવવામાં આવેલી આયુર્વેદિક કૉલેજ (Ayurvedic College)ની હાલત જર્જરિત થઈ ગઈ છે. 50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ બહુમાળી ઇમારત જર્જરિત થઈ છે એટલું જ નહીં, પરંતુ તેના બારી-બારણાં પણ ચોરાઈ ગયા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ. કોર્ટે સરકારને યોગ્ય જવાબ રજૂ કરવા કહ્યું છે.

8 વર્ષ પહેલા 50 કરોડના ખર્ચે પાટણમાં બનેલી આયુર્વેદિક કૉલેજની હાલત જર્જરિત, હાઈકોર્ટ ખફા

author img

By

Published : Oct 5, 2021, 6:34 PM IST

  • પાટણમાં બનાવવામાં આવેલી આયુર્વેદિક કોલેજ મામલે હાઈકોર્ટમાં સુનાવણી
  • 50 કરોડથી વધુના ખર્ચે 2013માં બનેલી આયુર્વેદિક કોલેજ જર્જરિત થઈ ગઈ
  • કોઈપણ ઓથોરિટીને હેન્ડ ઓવર ન કરાતા બહુમાળી ઇમારત જર્જરિત

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આજે પાટણમાં 2013માં બનીને તૈયાર થયેલી પરંતુ કોઈ પણ ઓથોરિટીને હેન્ડ ઓવર ન કરતા જર્જરિત સ્થિતિએ પહોંચેલી આયુર્વેદિક કોલેજ (Patan Ayurvedic College) ઉપર કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સુનાવણી થઈ હતી. મહત્વનું છે કે 50 કરોડથી પણ વધુના ખર્ચે બનીને તૈયાર થયેલી આયુર્વેદિક કોલેજ શરૂ ન થતા આજે તે જર્જરિત સ્થિતિમાં છે. જે મુદ્દે કોર્ટે સરકારને યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.

આયુર્વેદિક કોલેજના બારી-બારણાં પણ ચોરાઈ ગયા છે

આ મુદ્દે વધુ જાણકારી આપતા એડવોકેટ મમતા વ્યાસે ETV ભારતને જણાવ્યું હતું કે, 50 કરોડથી વધુ ખર્ચે બનેલી આયુર્વેદિક કોલેજ વર્ષોથી કોઈપણ ઓથોરિટીને હેન્ડઓવર કરાઈ નથી. પરિણામે સમયાંતરે એ આયુર્વેદિક કોલેજની હાલત જર્જરિત થઇ ચૂકી છે. સાથે તેના બારી બારણા પણ ચોરાઈ ગયા છે. આવામાં સરકાર હવે નવો ખર્ચ કરશે ત્યારે બિલ્ડિંગ કાર્યરત કરી શકાશે તેવો જવાબ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. આ મામલે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

પિટિશનમાં સ્પષ્ટ હોવા છતાં સરકારે યોગ્ય જવાબ રજુ કર્યો નથી - કોર્ટ

કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જે મુજબ જાહેર હિતની અરજીમાં સ્પષ્ટ આક્ષેપો હોવા છતાં સરકારે તેની સામે કેમ યોગ્ય જવાબ રજૂ કર્યો નથી? પિટિશનમાં ફોટો સાથે સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, છતાં સરકારનો જવાબ કોર્ટને સંતોષકારક લાગતો નથી તેવું કોર્ટે જણાવ્યું હતું. વધુમાં કોર્ટે સરકારને કહ્યું હતું કે, તેઓ જે ખર્ચ કરીને ફરીથી બહુમાળી બિલ્ડિંગને કાર્યરત કરવા માંગે છે તેની સ્પષ્ટ વિગત સાથે કોર્ટમાં સોગંદનામું રજુ કરે. અત્યારે કોર્ટ સરકારના જવાબથી સંતુષ્ટ નથી.

આ પણ વાંચો: પાટણ HNG યુનિવર્સીટી કેમ્પસમાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી યોજાઈ

આ પણ વાંચો: પાટણના રાધનપુર નગરપાલિકાના વોર્ડ 7 ની ખાલી પડેલ સીટ માટે 27 ટકા મતદાન થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.