ETV Bharat / city

Hawala Scandal In Ahmedabad: ચીની કંપની ઊભી કરી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ, ચીની નાગરિક સહિત 3ની ધરપકડ - Chinese shell companies In India

ભારતમાં ચીની કંપનીઓ બનાવી GST અને ઇન્કમટેક્સની ચોરી કરી હવાલા મારફતે કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનું કૌભાંડ (Hawala Scandal In Ahmedabad) ઝડપાયું છે. ચીની નાગરિક સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Hawala Scandal In Ahmedabad: ચીની કંપની ઊભી કરી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ, ચીની નાગરિક સહિત 3ની ધરપકડ

author img

By

Published : Feb 23, 2022, 7:08 PM IST

અમદાવાદ: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ (Chinese companies in India) ઊભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારસો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની ક્રાઇમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા પૈકી એક આરોપી અમદાવાદનો રહેવાસી છે. આરોપીઓ ગુજરાતમાં અલગ અલગ કંપનીઓની જાળ રચી હવાલા મારફતે ભારતમાંથી ઇન્કમટેક્સ, GSTની ચોરી કરતા હતા અને હવાલા (Hawala Scandal In Ahmedabad) મારફતે નાણાં ચીન મોકલતા હતા. આ કૌંભાડનો પર્દાફાશ થયો છે.

ઇન્કમટેક્સ, GSTની ચોરી કરતા હતા અને હવાલા મારફતે પૈસા ચીન મોકલતા હતા.

ચાઈનીઝ કંપનીના ડિરેક્ટરને ઝડપી કૌભાંડનો પર્દાફાશ

ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઊભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારસો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. કરોડો રૂપિયાના હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તથા ચાઈનીઝ કંપનીના ડિરેક્ટર (Chinese Citizen Arrested In Ahmedabad)ને પકડીને હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે, આ ચાઈનીઝ કંપની દ્વારા નાણાકીય વ્યવહારોમાં ખોટા હિસાબો (False accounts Of Chinese Company In India) બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરતા આવતું હતું.

આ પણ વાંચો: સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા

ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરી

ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલા ચાઈનીઝ નાગરિક પિંગ હુઆંગ, આંગડિયા પેઢીનો માલિક સંજય પટેલ અને મુંબઇનો સૂરજ મૌર્ય ભેગા મળી ભારતીય અર્થતંત્ર (Indian economy 2022)ને મોટું નુકસાન કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા 5થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાંની એક શુંગ્માં કંપનીએ આયોજનબદ્ધ રીતે કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરું રચી ચાઈનીઝ શેલ કંપનીઓ (Chinese shell companies In India)માં પ્રથમ ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરી હતી.

પાછળથી ભારતીય ડિરેક્ટરોના રાજીનામા લઇ લેવામાં આવ્યા

ત્યારબાદ પાછળથી ભારતીય ડિરેક્ટરોના રાજીનામા લઇ ફક્ત ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. તેઓ દ્વારા કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરી આખું કૌભાંડ આચરવામાં આવતુ હતુ. હાલ હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટ (Chinese Company Bank Accounts Ahmedabad)માં આશરે 15 કરોડ ફ્રીજ કરાવી દીધા છે.

આ પણ વાંચો: દુબઈથી જામનગર આવતું 87 લાખનું વિદેશી ચલણ ઝડપાયું, હવાલાની આશંકા

તપાસમાં બીજી અનેક ચાઇનીઝ કંપનીઓના નામ સામે આવ્યા

મુંબઈથી પકડાયેલા આરોપી સુરજ મૌર્યએ અન્ય કેટલીયે કંપનીઓના હવાલા કરાવ્યા છે. સાથે જ ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ Xie Cheng (David) સંભાળતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સૂરજ મૌર્ય Xie Cheng (David)ની સૂચના પ્રમાણે આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક કરાવતો હતો. તપાસમાં ઘણી ચાઈનીઝ કંપનીઓના નામ સામે આવ્યા છે, જે પુરાવા મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

શુંગ્માં કંપનીએ આશરે 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ કર્યું

ભારતીય અર્થતંત્રને નુક્સાન પહોંચાડનારી શુંગ્માં મશીનરી પ્રા.લી દ્વારા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવવામાં આવે છે, જે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન મૂળ કિંમતથી ઓછી કિંમતના બિલ બનાવી ઉપરની રકમ રોકડથી રૂપિયા મેળવી લઈ કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને GSTની ચોરી કરતા હતા. શુંગ્માં કંપનીએ આશરે 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ કર્યા છે, પરંતુ હાલ 1 કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલા હોવાના પુરાવા મળી આવ્યા છે.

1 કરોડ રૂપિયા RMBમાં ટ્રાન્સફર કર્યા

શુંગ્માં પ્રા. લી ડિરેકટર આરોપી પિંગ હુઆંગ જે તે સમયે ચાઇના ખાતે રહેતો હતો. ત્યારે શુંગ્માં કંપનીનું ચાઇનામાં સેલ્મનું કામકાજ સંભાળતો હતો. તેણે GSL કાર્ગો કંપનીના માલિકનો સંપર્ક કર્યો અને ભારતમાંથી ચાઇના હવાલો કરવા જણાવ્યું ત્યારે મુંબઈના સૂરજ ઉર્ફે સન મૌર્યએ હસમુખભાઈ નરોત્તમ આંગડિયાના માલિક સંજય પટેલ મારફતે શુંગ્માં મશીનરીના 1 કરોડ રૂપિયા બેંગકોક ખાતે હવાલા કામકાજ સંભાળતા શાબીક નાઓ મારફતે પિંગ હુઆંગ દ્વારા આપવામાં આવેલા ચાઈનીઝ બેંક એકાઉન્ટના 1 કરોડ રૂપિયા RMBમાં ટ્રાન્સફર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.