અમદાવાદઃ વર્ષ-2015 રાજદ્રોહ કેસમાં કોટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર મળ્યા હતા. જો કે, હવે તેમાં ફેરફાર કરાવવા માટે તેણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલ તરફથી માગ કરવામાં આવી છે કે, તેને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવે. નોંધનીય છે કે, લગભગ એક મહિના પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી હતી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હાર્દિક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે ભારે વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે, હાર્દિક નિયમોનું પાલન કરતો નથી અને ઘણીવાર મુદ્દા દરમિયાન પણ હાજર રહેતો નથી, જેથી તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં ન આવે. આ રજૂઆતને લગતી એફિડેવિટ પણ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ હતી.
હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં જે હિંસાની ઘટના બની હતી તેના બદલે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.