ETV Bharat / city

ગુજરાતમાં ગાંધી જયંતીએ હેન્ડ વોશિંગ કેમ્પેઇન યોજાશે - ગાંધી જયંતી

2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગુજરાતમાં 50,000થી વધુ આંગણવાડીઓમાં હેન્ડ વોશિંગ કેમ્પેઇન હાથ ધરાશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે, 5 લાખથી વધુ લોકો હેન્ડવોશ કેમ્પેઇનમાં જોડાશે.

ETV BHARAT
ગુજરાતમાં ગાંધી જયંતીએ હેન્ડ વોશિંગ કેમ્પેઇન યોજાશે
author img

By

Published : Sep 28, 2020, 10:55 PM IST

અમદાવાદઃ 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગુજરાતમાં 50,000થી વધુ આંગણવાડીઓમાં હેન્ડ વોશિંગ કેમ્પેઇન હાથ ધરાશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે, 5 લાખથી વધુ લોકો હેન્ડવોશ કેમ્પેઇનમાં જોડાશે.

ETV BHARAT
સેનિટાઈઝર

2 ઓક્ટોબરના કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અંગેની આ જનજાગૃતિ ઝુંબેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં કુલ 144 સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ શહેરના પાલડી ખાતેના ટાગોર હોલમાં યોજાશે.

આ કાર્યક્રમમાં જોડાનારા લોકોને હાથ ધોવાના તબક્કા સમજાવવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટેની કીટ અપાશે. આ કીટમાં માસ્ક, સેનેટરી પેડ, હાથ ધોવાના લિકવિડ સાબુની બોટલ અને પાર્ટીસિપેશન સર્ટિફિકેટ હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.