અમદાવાદ: રાજ્યમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશક્તિના નવા વિચારો સંશોધનને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા સ્ટાર્ટઅપને વેગ આપવામાં આવી રહ્યો છે. દેશના 45 ટકા સ્ટાર્ટઅપ સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. ભારત સરકારના IT ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2015 થી વર્ષ 2020ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 15થી 250 ટકાના ધોરણે સ્ટાર્ટઅપ ક્ષત્રે વૃદ્ધિ થઈ રહી છે.
વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા ત્રણ અલગ-અલગ પોલીસીઓને અમલીકરણ કરવામાં આવી હતી જેમાં સાયન્સ વિભાગ, IT ડિપાર્ટમેન્ટ તથા અટલ ઇનોવેશન મિશન પ્રકારની ત્રણ અલગ અલગ પોલીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક પોતાનો ક્રિએટિવ ટેલેન્ટ દર્શાવી શકે તે હેતુથી ભારત સરકાર તેમને સીધી જ ગ્રાન્ટ પુરી પાડી રહી છે. જેના કારણે દેશના લાખો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. ભારત સરકારની ત્રણ પોલીસી હેઠળ સાયન્સ વિભાગની અંદર ભારત સરકાર સીધી ગ્રાન્ટ આપી ટેકનોલોજી ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માગી રહ્યા છે તેઓને મદદ પુરી પાડી રહી છે.
જ્યારે અટલ ઇનોવેશન મિશન હેઠળ ભારત સરકારની નીતિ આયોગ કાર્યરત છે. જે શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કોલેજ ક્ષેત્રથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ મબળી છે અને તે કારણે તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકતા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની આ એક પહેલ છે. જેના આધારે દેશના લાખો વિદ્યાર્થીઓ ધીમે ધીમે આગળ આવી રહ્યા છે અને પોતાનો બિઝનેસ સ્વનિર્ભર બનાવવાની તક મેળવી રહ્યા છે.
ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો પ્રત્યેક વિદ્યાર્થી તેનું નાનું મોટું બિઝનેસ શરૂ કરી શકશે તેના ઇનોવેશન રજૂ કરી સહાય મેળવી શકશે. વર્ષે 10,000 કરતા વધારે ઉદ્યોગકારો પેદા કરવાનું સરકાર દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે. જેને લઇ ગુજરાતમાં બિઝનેસ કરવા ખૂબ સરળ બની ગયું છે. બીજી તરફ રાજ્યની 55 જેટલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક નીતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારી સ્કિલ ડેવલોપમેન્ટ, કોલેજમાં જેવો ઉદ્યોગ તેવો અભ્યાસક્રમ, મહિલા સશક્તિકરણ અને સ્ટાર્ટઅપ પોલીસીના માધ્યમથી તાલીમ થકી મેનપાવર અને નવા ઇનોવેટર્સ ઉભા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિશ્વના લગભગ 125 કરતા વધુ દેશોના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને તે પૈકી 40 ટકાથી પણ વધારે દેશોની ગુજરાતની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે આદાન-પ્રદાન સંકળાયેલા છે.
માઈક્રો સ્કોલ અને મધ્યમ ઉદ્યોગો માટે એક નવી દિશા ચીંધી સારી સાબિત થઇ રહી છે. રાજ્ય સરકારી હવે તેમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. સરકાર સિડ ફંડ અને કો-વર્કિંગ સ્પેસ જેવા નવા આયામોનો પણ ઉમેરો કરવા જઈ રહી છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ રાજ્યના શિક્ષિત યુવાનોના નવપ્રવર્તક વિચારો, ઇનોવેટિવ આઈડિયાને પણ રાજ્યના વિકાસ સાથે જોડવા આ પોલીસીમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ઉચ્ચ શિક્ષણ મેળવીને તૈયાર થતા યુવાનોમાં આ નવા વિચારો ઇનોવેટિવ આઇડિયા અને ટેકનિકલ સંશોધન માટેની ઉત્કંઠા હોય છે. આ યુવાનો તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવી શકે તેવી તક ઉભી કરવામાં આવી રહી છે. યુવાનોને પ્રેરણા આપતા સુનિલ પારેખે જણાવ્યું કે, ઘણીવાર સ્ટાર્ટઅપના પ્રશ્નો ઉકેલાતા નથી કે, આવશ્યક માહિતી મળતી નથી. આવા સંજોગોમાં શરૂ કરવામાં આવેલા આ નવા માધ્યમથી ગુજરાત તમામ ઉદ્યોગસાહસિકો એકબીજા સાથે જોડાશે અને એકબીજાને મદદરૂપ પણ બનશે. તેના માટે ડિજિટલ મીડિયા પણ એટલું જ મહત્વનો ભાગ બની રહ્યો છે, ત્યારે હવે ગુજરાત સરકાર બે અલગ અલગ નીતિઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ SSIP જે શિક્ષણ વિભાગ ચલાવે છે, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી હેઠળ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ જોડાયેલા છે. જેમાં બે લાખથી વધારે સહાય આપવામાં આવી રહી છે, જેના આધારે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે.
રાજ્યની 800થી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ તેનો સીધો જ લાભ મેળવી રહ્યા છે. 200 કરોડનું સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ભંડોળ ઉભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના ક્રિએટિવ આઈડિયાના આધારે પોતે દુનિયા સમક્ષ કોઈ નવી વસ્તુ અથવા પોતાના આઈડિયા મુકવાની તક ઉભી થઇ રહી છે.
જોકે GUSECમાં 2800 થી વધુ અરજીઓ ગુજરાતમાંથી આવી રહી છે. જેના આધારે તેની ચકાસણી કરવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓના પ્રાથમિક તબક્કે ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. ઇન્ટરવ્યૂની અંદર વિદ્યાર્થીઓ પોતે પોતાની સ્કીલ કઈ રીતે ડેવલોપ કરી શકે છે, તે અંગે ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ તેમની અરજી રાજ્ય સરકાર અને ભારત સરકારની અંદર મોકલવામાં આવે છે અને ત્યાંથી ગ્રાન્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો બિઝનેસ અથવા પોતાનામાં કઈક નવું કરવાનું સાહસિકતા ઉભો કરતો જોવા મળે છે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓની અરજી 40 ટકા ડમી પણ જોવા મળતી હોય છે. જેની GUSEC દ્વારા રિજેક્ટ કરવામાં પણ આવતી હોય છે. જોકે આ બધાની વચ્ચે એક વાત ખૂબ જ સ્પષ્ટ જોવા મળી રહી છે કે , ભારતના લાખો વિદ્યાર્થીઓ અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. જેના આધારે પોતે પોતાનું કંઈક નવો બિઝનેસ ડેવલોપ કરી શકે તેવા હેતુસર આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે.