ETV Bharat / city

લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ - ahemdabad police

લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં જ કીટલી ગેંગ સાગરીતોના 60થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે ગુજસીટોક ગુનો નોંધી મુખ્ય આરોપી અઝહર કીટલીની ધરપકડ કરી છે, અન્ય ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ

author img

By

Published : Jun 9, 2021, 8:34 AM IST

  • રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલીછે
  • ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે પોલીસે કરી આંખ
  • આરોપીની ગુજસીટોક હેઠળ ગુનામાં કરી ધરપકડ

અમદાવાદઃ લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. પોલીસ ગિપફ્તારીમાં રહેલો રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી છે. ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે પોલીસે આંખ કરી છે. તેની ગુજસીટોક હેઠળ ગુનામાં ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

કીટલી ગેંગનો મુખ્ય આરોપી અઝહર કીટલી તેનો ભાઈ સરફરાજ કીટલી છે

કીટલી ગેંગનો મુખ્ય આરોપી અઝહર કીટલી તેનો ભાઈ સરફરાજ કીટલી, ઉસ્માનખાન ઉર્ફે શાહરૂખ પઠાણ, ફૈઝાન ઉર્ફે બાદશાહ કુરેશી, અબ્દુલ વહાબ શેખ અને અઝરૂદીન ઉર્ફે કબૂતર શેખ નામના કુલ 6 આરોપી છે. આ આરોપી ભેગા મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં લૂંટ, ધાક ધમકી આપવી, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી, મારામારી તથા આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી આપવી,સરકારી મિલકત નુકશાન પહોંચાડવું અને ગેરકાયદે ગેંગ રચી ગુનાહિત પ્રવૃતિ અંજામ આપતા હતાં.

આરોપીએ થોડાક જ સમયમાં 60થી વધુ ગંભીર કર્યા ગુના

કીટલી ગેંગના સાગરીતો દ્વારા સામાન્ય પ્રજા સાથે થતી ગુંડાગીરી અને આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા ગુજસીટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કીટલી ગેંગના સાગરીતોએ થોડા સમયમાં 60થી વધુ ગંભીર પ્રકાર ગુના કર્યા છે. જેમાં આરોપી અબ્દુલ વહાબ અને અઝરૂદિન ઉર્ફે કબૂતર શેખ અલગ-અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે, જેની પોલીસે પકડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ વેરાવળની ઇમરાન ચીપા ગેંગ સામે જિલ્‍લાનો પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનો નોંઘાયો

અઝહર કીટલીએ સાતેંજ નજીક 1.5 કરોડની લૂંટ કરી હતી

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અઝહર ઉર્ફે કીટલીને ભરૂચ ખાતેથી ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી હતી. જેમાં આરોપી અઝહર કીટલીએ સાતેંજ નજીક 1.5 કરોડની લૂંટ કરી હતી. જો કે, આરોપી અઝહર કીટલી વિરૂદ્ધ 18થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે, પણ કીટલી ગેંગ સાગરીત અઝરૂદીન ઉર્ફે કબૂતર પર 17થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે. ત્યારે કીટલી ગેંગ સાગરીતો ભેગા મળી અસંખ્ય ગુનાને અંજામ આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.