ETV Bharat / city

ગુજરાતની જાણીતી ઓઇલ બ્રાન્ડનું બ્રાન્ડિંગ કરશે કરીના કપૂર ખાન - ETVBharatGujarat

ગુજરાતની જાણીતી ઓઇલ કંપની તિરુપતિ દ્વારા અભિનેત્રી કરીના કપૂર ખાનની નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં શાખ જમાવ્યાં બાદ હવે રાષ્ટ્રીયસ્તરે નવી પેઢી સાથે તાલમેળ રાખવાના પ્રયાસરુપે આમ કરાયું હોવાનું જણાવાયું હતું.

ગુજરાતની જાણીતી  ઓઇલ બ્રાન્ડનું બ્રાન્ડિંગ કરશે કરીના કપૂર ખાન

author img

By

Published : Nov 28, 2020, 10:53 PM IST

  • ગુજરાતની કંપનીએ કર્યું બૉલીવુડની અભિનેત્રી કરીના કપૂર સાથે બ્રાન્ડિંગ ટાઈઅપ
  • કંપની ગુજરાતમાં એડીબલ ઓઇલના વ્યવસાયમાં નામના ધરાવે છે
  • બ્રાન્ડને નેશનલ લેવલ પર લઈ જવા માટે કંપનીનો પ્રયાસ

અમદાવાદઃ કંપની સીઇઓએ પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, હવે અમારી બ્રાન્ડને નેશનલ લેવલ પર લઈ જવા માગીએ છીએ અને તેના માટે અમે બ્રાન્ડિંગ માટે કરીના કપૂર ખાન સાથે સાઈન કરતાં ખુશી અનુભવીએ છીએ.તેમની માફક અમારી બ્રાન્ડ પણ દેશભરમાં વિશેષ ઓળખ ધરાવે છે અને લોકો તરફથી પ્રશંસા મેળવે તેવી આશા છે. અમારી ટીમ નવા બ્રાન્ડ એમ્બેસેડર સાથે પ્રથમ કેમ્પેઇન લોન્ચ કરવા અંગે અત્યંત ઉત્સાહિત છે તેમ જ આગામી વર્ષમાં વધુ કેમ્પેઇન રજૂ કરાશે.

ગુજરાતની કંપનીએ કર્યું બૉલીવુડની અભિનેત્રી કરીના કપૂર સાથે બ્રાન્ડિંગ ટાઈઅપ

કરીનાને કેમ પસંદ કરવામાં આવી?

દેશમાં કરીના કપૂર ખાન સૌથી લોકપ્રિય સેલીબ્રિટી પૈકીની એક છે. એક અભિનેત્રી, પત્ની અને માતા તરીકે તેમનું સમર્પણ ખુબજ અદ્ભુત છે અને દેશભરમાં તેમને અપાર પ્રશંસા સાંપડી છે. અગ્રણી જાપાનિઝ રિસર્ચ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં તેઓ સૌથી જાણીતા વ્યક્તિ પૈકીના પણ એક છે. આ કારણે કરીનાને પસંદ કરવામાં આવી છે.ગુજરાતી કંપનીઓ વિશ્વભરમાં કાર્ય કરી રહી છે અને મોટા કલાકારોને લઈને પોતાની કંપની બ્રાન્ડિંગ કરી રહી છે ત્યારે આ બ્રાન્ડને ગુજરાતની બહાર કેટલી પ્રશંશા મળશે તે તો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.