ETV Bharat / city

દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 13 ટકા છે: મુખ્યપ્રધાન રૂપાણી - country total renewable energy production

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતા સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 13 ટકા છેઃ મુખ્ય પ્રધાન રૂપાણી

author img

By

Published : Nov 27, 2020, 10:51 PM IST

  • બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સફળ સિદ્ધિઓની ભૂમિકા આપતા મુખ્ય પ્રધાન
  • 2010માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે આજે વન સન-વન વર્લ્ડ-વન ગ્રીડનો સફળ રાહ વિશ્વને બતાવ્યો
  • ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્મેન્ટ રિજીયનમાં 5 હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે
  • રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો છે, એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન

અમદાવાદઃ મુખ્ય પ્રધાનએ દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તેની સરાહના કરી હતી.

દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 13 ટકા છે: મુખ્યપ્રધાન રૂપાણી

રિન્યુએબલ એનર્જી રોજગારી સર્જનમાં પણ મહત્વ પૂર્ણ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મીટમાં સંબોધન કરતા જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.

રાજ્યમાં 1.70 લાખ ઘરો પર સોલાર રૂફટોપથી ઘર વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે

સૌર ઊર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે, તો સાથોસાથ નાગરિકો-લોકોને પણ સ્વચ્છ ઊર્જા ગ્રીન કલીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1.70 લાખ રહેણાક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો એમ મુખ્ય પ્રધાને ઉમેર્યુ હતું. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્સીયલ રૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’નો 65 હજાર લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસિડી આપી છે.

મુખ્ય પ્રધાનએ જણાવ્યું હતું કે, 2010માં જ્યારે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી, ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ ‘‘વન સન, વન વર્લ્ડ વન ગ્રીડ’’નો માર્ગ વિશ્વને ચીંધી રહ્યું છે. આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.

ખેતીવાડીને સૂર્ય ઊર્જા સાથે જોડીને રાજ્યના કિસાનોને સૂર્યશકિતથી ખેતી કરતા બનાવ્યા છેઃ મુખ્ય પ્રધાન

વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પણ સૂર્યશકિતની ઊર્જા મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરીને ખેતીવાડી અને બિનપરંપરાગત ઊર્જાનો સહયોગ કર્યો છે, તેની ભૂમિકા આપી હતી. આ યોજના અન્વયે રાજ્યના કિસાનો તેમના ખેતરમાં ઉત્પન્ન થતી સૌર ઊર્જાથી ખેતીવાડી કરે તેવો ઉદેશ્ય રાખ્યો છે, પરિણામે રાજ્યની કૃષિને હરિતક્રાંતિની નવી પરિભાષા મળશે તથા ખેતીવાડી સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બનશે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરને એક નવી દિશા મળી છે. રિન્યુએબલ એનર્જી સેકટરના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરને પરિણામે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં 65થી વધુ ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઇ શકશે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે થયેલ કામગીરીની છણાવટ

રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એકસપોની આ ત્રીજી આવૃત્તિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ત્રિપુરાના મુખ્ય પ્રધાનો તેમજ લદાખના લેફટનન્ટ ગર્વનર વગેરે વીડિયો કોન્ફરન્સથી સહભાગી થઇને પોતાના રાજ્યોમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે થયેલી વિવિધ કામગીરીની છણાવટ કરી હતી.

100 જેટલી કંપનીઓ દ્વારા તેમની ટેકનોલોજીનું પ્રદર્શન આ વર્ચ્યુઅલ સમિટમાં કરવામાં આવ્યું છે, તેમજ વિવિધ દેશો-પ્રદેશોના પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી, સાયન્ટીસ્ટ અને ઇન્વેસ્ટર્સ સહિત 25 હજારથી વધુ લોકો વર્ચ્યુઅલ સહભાગી થયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.