અમદાવાદ ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે દર્શકોને (Gujarati Movie 2022) ખડખડાટ હસાવવા છે. આ સાથે જ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. આનંદ પંડિતના પ્રોડક્શન હેઠળ બની ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન એક્ટિંગ કરતા જોવા મળશે. પ્રોડ્યુસરે જણાવ્યું કે, ફક્ત મહિલાઓ માટે ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓ મારામાં વિશ્વાસ રાખ્યો. અમિતાભ બચ્ચને એમના 50 વર્ષના લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ કરી છે.
આ પણ વાંચો રાજ્યના અલગ અલગ શહેરો અને વિષયો પર શોર્ટ ફિલ્મ રિલીઝ
ફિલ્મના કલાકારો જન્માષ્ટમીના ખાસ અવસર પર આ પારિવારિક ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેનું ટીઝર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે આ ગુજરાતી ભાષામાં બનેલી એક બેસ્ટ (Fakt Mahilao Mate) ફિલ્મ છે. આ ફિલ્મના ટીઝરમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો જોવા મળે છે. સાથે જ ટીઝરની શરૂઆત જ અમિતાભ બચ્ચનના અવાજથી થાય છે. આ ઉપરાંત દર્શકો પણ ફિલ્મને લઈને સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો શું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અભિયાનને બિગ બી સમર્થન આપશે
ગુજરાતી ફિલ્મને લઈને અમિતાભે શું કહ્યું પ્રોડ્યુસર આનંદ પંડિતે જણાવ્યું હતું કે, અમે બીગ બી કહ્યું કે, પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છે એટલા માટે તમારા ડાયલોગ કોઈ ડબિંગ આર્ટિસ્ટ પાસે ડબ કરાવી લઈશું કારણ કે એવું બની શકે કે આપને ગુજરાતી બોલવામાં સમસ્યા આવી શકે છે. આ વાત પર અમિતાભ બચ્ચને કહ્યું કે, આનંદ જી અમારું કામ તો અમે જ કરશું, તમે અમારું કામ જોઈ લો, જો સારું ન લાગે તો વોઈસ ઓવર કરાવી લેજો. તમારા આર્ટિસ્ટ પર ભરોસો રાખો, અમે તમને નિરાશ નહીં કરીએ. Gujarati Movie Fakt Mahilao Mate Release, gujarati films 2022