- ગુજરાતી ફિલ્મો માટે અનોખી ઈવેન્ટ
- ગુજરાતી ફિલ્મોની પ્રીમિયર લીગ 4 મહિના ચાલશે
- ગુજરાતના 8 શહેરોના કલાકારો લેશે ભાગ
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મો ધીમે ધીમે હવે આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન (Promotion of Gujarati films) આપવા ગુજરાતી ફિલ્મોની પ્રીમિયર લીગ (Gujarati Cinema Premier League 2021) શરૂ કરવામાં આવશે. આ પ્રીમિયર લીગ 4 મહિના ચાલશે, જેમાં સારી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં મોકલવામાં (with good films being sent to national and international festivals ) આવશે.
આ પણ વાંચો- જાણો, હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં 40 વર્ષ બાદ કઈ ફિલ્મથી કરશે કમબેક?
ભવિષ્યમાં મોટી ઈવેન્ટ યોજાય તેવું લક્ષ્ય
ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતેન કુમાર આ કાર્યક્રમના મેન્ટર (Hiten Kumar, Mentor of Gujarati Cinema Premier League) રહેશે. જ્યારે મલ્હાર ઠાકર અને આરોહી પટેલ આ ઈવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર (Gujarati Cinema Premier League brand ambassadors Malhar Thacker and Aarohi Patel) રહેશે. આ ગુજરાત સિનેમા પ્રીમિયર લીગની (Gujarati Cinema Premier League 2021) પ્રથમ ઈવેન્ટ છે. ભવિષ્યમાં આવી ઈવેન્ટો યોજાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઈવેન્ટ 4 મહિના ચાલશે, જેમાં નિર્દેશકો દ્વારા કલાકારો, દિગ્દર્શકો, સંગીતકાર, ટેકનિકલ ટીમની પસંદગી ઓક્શન દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો- ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અને શર્મન જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન
22 ડિસેમ્બરે યાજાશે મેગા ઈવેન્ટ
આગામી 22 ડિસેમ્બરે આ કાર્યક્રમની મેગા ઈવેન્ટનું આયોજન કરાશે, જેમાં ગુજરાતી કલાકારો અને પ્રસિદ્ધ વ્યક્તિઓની ઉપસ્થિત રહેશે. 4 મહિનાના સમયમાં અનેક ફિલ્મો નિર્માણ પામશે.
ભાગ લેનારી ટીમોઃ
અમદાવાદઃ અમે અમદાવાદી
વડોદરાઃ વર્સેટાઈલ વડોદરા
કચ્છઃ કિંગ્સ ઓફ કચ્છ
ભાવનગરઃ ભાવભીનું ભાવનગર
જામનગરઃ જોરદાર જામનગર
રાજકોટઃ રંગીલું રાજકોટ
સુરતઃ સુપરસ્ટાર સુરત
મહેસાણાઃ મનમોજી મહેસાણા