ETV Bharat / city

Rainfall Forecast: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થશે, 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. તેમજ આગામી 23 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ખેડવા ન જવા જણાવાયું છે.

Rainfall Forecast: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થશે, 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી
Rainfall Forecast: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થશે, 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી
author img

By

Published : Jul 19, 2021, 7:26 PM IST

Updated : Jul 21, 2021, 11:56 AM IST

  • બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર
  • 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ જિલ્લામાં ભારે બફારાનું વાતાવરણ

અમદાવાદ: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે. પરિણામે આગામી 23 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ આવશે.

દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. ઉમરગામ, ગણદેવી, વલસાડ, સુરતમાં ઑવરઑલ વરસાદ સારો પડ્યો છે. જો કે સમગ્ર ગુજરાતને કવર કર્યું નથી. અમદાવાદમાં ગઈકાલ એટલે કે રવિવારથી વરસાદ અંધારેલો હતો, પણ ઝરમર સિવાય વરસાદ આવ્યો નથી. અમદાવાદમાં ભારે બફારા વચ્ચે લોકો દિવસો પસાર કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે.

માછીમારોએ દરિયો ખેડવા ન જવા ચેતવણી

ટૂંકમાં હવામાન વિભાગની યાદી જણાવે છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. 23 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથેે માછીમારોએ દરિયો ખેડવા ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું

આ પણ વાંચોઃ ભારે વરસાદને પગલે સુરતના કુદસદમાં નિચાણવાળા વિસ્તારોમા ભરાયા પાણી

Last Updated : Jul 21, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.