- ગુજરાત યુનિવર્સિટીની 12 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા રદ્દ
- કોરોનાના કેસ વધતાં લેવાયો નિર્ણય
- આગામી સમયમાં પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન મોડથી યોજાશે
અમદાવાદ: અગાઉ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા 18 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કેસ વધતા તે મોકૂફ રાખવામાં આવી હતી અને 12 એપ્રિલ અને 23 એપ્રિલ એમ બે તારીખ જાહેર કરવામાં આવી હતી. 12 એપ્રિલથી ઓફલાઈન પરિક્ષા યોજાવવાની હતી, પરંતુ હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે પરીક્ષા યોજવી યોગ્ય ન હોવાને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: HNG યુનિવર્સીટીએ 8 એપ્રિલથી શરૂ થવાવાળી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી
આ પણ વાંચો: પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી NSUIએ કરી માંગ
પરીક્ષા અંગેનું નોટિફિકેશન આગામી સમયમાં વેબસાઈટ પર મુકાશે
રદ્ થયેલી પરીક્ષા આગામી દિવસોમાં ઓનલાઇન કે ઓફલાઈન મોડથી લેવામાં આવશે. તેના વિકલ્પની પસંદગી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે.