ETV Bharat / city

આવતીકાલથી ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા પ્રીમિયમ બસોનું સંચાલન શરૂ - એસ.ટી. બસો શરૂ

અમદાવાદ અને સુરત વચ્ચે શુક્રવારથી એસ.ટી.બસોની શરૂઆત થઇ ચૂકી છે. આ બસો એક્સપ્રેસ બસો હશે અને 50 ટકા કેપેસિટી સાથે ચાલશે. જ્યારે આવતીકાલથી ગણેશ ચતુર્થીના દિવસથી એસ.ટી.નિગમ દ્વારા પોતાની પ્રીમિયમ બસો શરૂ કરાશે.

એસ.ટી.પ્રીમિયમ બસોનું આવતીકાલથી  સંચાલન  શરૂ
એસ.ટી.પ્રીમિયમ બસોનું આવતીકાલથી સંચાલન શરૂ
author img

By

Published : Aug 21, 2020, 1:58 PM IST

અમદાવાદ: આવતીકાલથી ગણેશ ચતુર્થીના દિવસથી એસ.ટી.નિગમ દ્વારા પોતાની પ્રીમિયમ બસો શરૂ કરાશે. ST નિગમના લેબર ઓફિસર કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમની 189 પ્રીમિયમ બસોમાંથી 40 બસો આવતીકાલે ગણેશ ચોથથી શરૂ થશે. આમ મુસાફરોને ગણેશ ચતુર્થીની ભેટ એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવી છે.

કે.ડી. દેસાઈ
આ બસો 60 ટકા પેસેન્જર કેપેસિટી સાથે ચાલશે. જેની અંદર વોલ્વો, AC સ્લીપર, AC સીટરનો સમાવેશ થાય છે. આ બસો જ્યારથી લોકડાઉન લાગુ પડ્યું ત્યારથી બંધ હતી. એસ.ટી.ના ઉપાઘ્યક્ષ અને વહીવટી સંચાલક સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.બસોને કોરોનાની સરકારી ગાઈડલાઇન પ્રમાણે ધોઈને સેનિટાઈઝ કરવામાં આવશે. પેસેન્જરોને પણ તકેદારી સાથે બસોમાં પ્રવેશ આપવામાં આવશે. પેસેન્જરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરાશે.આવતીકાલથી 17 વોલ્વો બસ, 13 એસી સીટર, 10 એ.સી.સ્લીપર બસ શરૂ કરવામાં આવશે. વોલ્વો બસોનું સંચાલન :
  • નેહરુનગરથી બરોડા
  • અમદાવાદથી રાજકોટ
  • નેહરુનગરથી નવસારી

AC સ્લીપર બસોનું સંચાલન :

  • ગાંધીનગરથી દ્વારકા
  • ગાંધીનગરથી સોમનાથ
  • ગાંધીનગરથી દિવ
  • ગાંધીનગરથી ભુજ
  • ભુજથી વડોદરા

AC સીટર બસોનું સંચાલન :

  • અમદાવાદથી ડીસા
  • અમદાવાદથી ભાવનગર
  • અમદાવાદથી મોરબી
  • ગાંધીનગરથી અમરેલી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.