- ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડે દિવ્યાંગો માટે 3 ટકા જગ્યાઓ ફાળવી
- દિવ્યાંગો માટેના કાયદામાં કુલ જગ્યાઓના 4 ટકા ફાળવણી કરવાની છે જોગવાઈ
- આરક્ષણ વધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, ગુરુવારે થશે સુનવણી
અમદાવાદ: દિવ્યાંગો માટેના કાયદા મુજબ કુલ જગ્યાની 4 ટકા જગ્યાઓ દિવ્યાંગો માટે રાખવાનો નિયમ છે. તેમ છતા ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તાજેતરમાં જ સબ એકાઉન્ટન્ટ અને હેડ ક્લાર્ક માટેની 320 જગ્યાઓમાં દિવ્યાંગો માટે માત્ર 3 ટકા જગ્યા ફાળવવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
નવી ભરતીમાં માત્ર 3 ટકા જગ્યા રાખતા કોર્ટમાં અરજી
અહીં ઉલ્લેખનીય છે કે, right of person with disability act 2016 મુજબ દરેક ભરતીમાં બહાર પાડવામાં આવેલી કુલ જગ્યા પૈકી 4 ટકા જગ્યા દિવ્યાંગો માટે રાખવાનો નિયમ છે. પરંતુ ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડે બહાર પાડેલી સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટર અને હેડ ક્લાર્ક નિકુલ 320 જગ્યાઓ પૈકી માત્ર ત્રણ ટકા જગ્યાઓ દિવ્યાંગોને ફાળવી છે. આ જગ્યાઓ વધારીને 4 ટકા કરવામાં આવે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ગુરુવારે આ મુદ્દે સુનવણી થઇ શકે છે.