ગાંધીનગર: રાજ્યમાં (Gujarat Reservoirs Overflowed) થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં(Important Water Projects of Gujarat) 20 જુલાઈ 2022 સુધીમાં એટલે આજ દિવસ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં (Sardar Sarovar Scheme) 1,84,619 MCFT(Million Cubic Feet) એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
આ પણ વાંચો: રાજ્યના 27 જળાશયો 100 ટકા ભરાયા, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ
ક્યા જળાશયોમાં કેટલો જળસંગ્રહ - રાજ્યના જળ સંપતિ વિભાગના(Water Resources Department of Gujarat) ફ્લડ સેલ(Department of Water Resources Flood Cell) દ્વારા મળતા અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,19,839 MCFT એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકા થી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં - ગત 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 27 તાલુકામાં 1000 મિ.મીથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 58 તાલુકામાં 500 થી 1000 મિ.મી અને 98 તાલુકામાં 251થી 500 મિ.મી, 57 તાલુકામાં 126 થી 250, 11 તાલુકામાં 51-125 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં(Highest rainfall in Kaprada of Valsad) ખાબક્યો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ 59.86 ટકા નોંધાયો છે. જોકે આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં(Weather Watch Committee meeting) કરવામાં આવી છે.
જિલ્લાના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ - આજે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે મહેસાણા જિલ્લા કલેકટરની જિલ્લાના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટર જિલ્લા ડીઝાસ્ટરના રાહત કામગીરી(District Disaster Relief Operations) માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નંબર આ મુજબ છે, 02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઉપરવાસમાં વરસાદના પગલે સાબરમતી નદી બે કાઠે
મહેસાણાના ધરોઈ ડેમના આંકડાઓ - આ ઉપરાંત, મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થયો છે. ડેમની હાલની જળ સપાટી(Threatened water level of the dam) 596.65 ફૂટ થઈ ગઈ છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમના ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 8888 ક્યુસેક નોંધાઇ છે. જેના લીધે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો 28.73 ટકા થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.