ન્યૂઝ ડેસ્ક: ભારતીય હવામાન વિભાગની આગાહી (Indian Meteorological Department forecast) મુજબ રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી (heavy Rain In Gujarat) શકે છે.
આ પણ વાંચો: Rain Forecast in Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ કેટલો વરસાદ પડશે, જાણો
સૌથી વધુ વરસાદ ક્યા નોંધાયો : સૌથી વધુ વરસાદ રખિયાલમાં 77મીમી, મણિનગરમાં 76મીમી, વટવામાં 75.5મીમીઅને રામોલમાં 71મીમી નોંધાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાલડીમાં 55મીમી, બોડકદેવમાં 20.5મીમી, બોપલમાં 19મીમી, સાયન્સ સિટીમાં 17.5મીમીઅને જોધપુરમાં 7મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ 32.2મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં કેટલાક વિસ્તારોમાં 50mm કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે શહેરમાં 18 મીમી પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી : ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા અને વાહનવ્યવહારમાં વિક્ષેપ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, આજે (રવિવારે) શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ : કચ્છના રાપરમાં રાત્રે 8 વાગ્યા સુધી 92 મીમી વરસાદ નોંધાયો હતો, જે શનિવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ હતો. તે પછી વાપી, વલસાડમાં 69મીમી, કપરાડા, વલસાડમાં 63મીમી, લખતર, સુરેન્દ્રનગરમાં 56મીમી, અને કચ્છના ભચાઉમાં 54 મીમી નોંધાયો હતો.
આ પણ વાંચો: Gujarat Rain Update : રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા ટકા પડ્યો વરસાદ, જાણો આગામી આગાહી વિશે...
આ શહેરોમાં ભારે વરસાદની શક્યતા : ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.