અમદાવાદ: ગુજરાત રાજકારણ તમામ લોકોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શું રાજકારણમાં વય મર્યાદા અથવા નિવૃત્તિની એક સમય મર્યાદા રાખવી જોઈએ કે નહિ. ચાલો જાણીયે ETV BHARATના વિશેષ અહેવાલમાં.
ગુજરાતના રાજકારણ દિવસે દિવસે અનેક ફેરફાર આવી રહ્યા છે - ગુજરાતની રાજનીતિમાં અનેક ચઢાવ ઉતાર પણ જોવા મળ્યા છે ત્યારે સામાન્ય દૃષ્ટિએ એક સવાલ ઉદભવે કે રાજકારણમાં વયમર્યાદા રહેલી હોવી જોઈએ કે નહીં કારણકે અનેક એવા વિભાગો અને સેક્ટર રહેલા છે જેમાં વયમર્યાદા રાખવામાં આવતી હોય છે ત્યારે રાજકારણમાં શા માટે વય મર્યાદા મૂકવામાં આવતી નથી તે એક મહત્વનો પ્રશ્ન ઉદભવી થતો રહે છે.
રાજકીય વિશ્લેષક હરીશ ઝાલાએ જણાવ્યું કે - રાજકારણમાં નિવૃત્તિને(Retirement in politics) લઈને બે અલગ અલગ બાબતો રહેલી છે જેમાં પ્રથમ બાબત એ રહેલી છે કે સરકારી નોકરીમાં(Government jobs) 60 વર્ષ બાદ નિવૃત્તિ આવતી હોય છે તો રાજકારણમાં શા માટે નહીં તેઓ પ્રથમ પ્રશ્નો ઉદ્ભવી થઈ રહ્યો છે જ્યારે રાજનેતાઓ એવું કહી રહ્યા છે કે આ અમારી કોઈ નોકરી નથી પરંતુ આ મારુ પ્રોફેશન છે CA, ડોક્ટર અથવા વકીલ ક્યારેય નિવૃત થતા નથી જ્યાં સુધી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ(Physically and mentally healthy) હોય છે ત્યાં સુધી તેઓ પોતાના કાર્યમાં ટકી રહેલા હોય છે જેને ધ્યાનમાં રાખી રાજનીતિ આ ઉપરથી એવું કહી રહ્યા છે કે અમે પણ જ્યાં સુધી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશું ત્યાં સુધી અમે ટિકિટ અને ચૂંટણી પણ લડીશું, ત્યારે હવે સવાલ એ જ ઉપસ્થિત થયા છે કે રાજકારણમાં વયનિવૃત્તિ નક્કી કરવી જોઈએ કે નહીં? કારણકે ભારતમાં ઘણા નેતાઓ એવા રહેલા છે કે જેમની ઉંમર 60 થી 70 વર્ષ રહેલી છે તેમ છતાં તેઓ એક્ટીવ રહેતા હોય છે. જેથી રાજકારણમાં હાલના તબક્કે વયનિવૃત્તિ ન હોવી(no retirement in politics) જોઈએ.
આ પણ વાંચો: Political statement:નરેશ પટેલે કહ્યું નથી કે રાજકીય પાર્ટીમાં જોડાશેઃ સી આર પાટીલ
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે - રાજનીતિએ સમાજ માટે કામ કરવા માટેનું માધ્યમ છે. જ્યારે રાજકારણમાં તમે સમાજ અને દેશ માટે સારી વિચારધારા સાથે કામ કરવા માંગતા હોવ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની વયનિવૃત્તિ ન હોવી જોઈએ છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ એવું માની રહી છે કે જ્યાં સુધી તમારું શરીર સાથ આપે ત્યાં સુધી રાજકારણ કરવું જ જોઈએ પરંતુ રાજકારણમાં પદ પ્રતિષ્ઠા અને માત્ર ખુરશી માટે થઈ રાજકારણ કરતા હોવ ત્યારે તેના માટે ચોક્કસ વય મર્યાદા હોવી જ જોઈએ છે પરંતુ સમાજ માટે કામ કરવા માંગતા રાજનેતા માટે કોઈ વય મર્યાદા ન હોવી જોઈએ. જયારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પક્ષનો જ્યારે આ અંગે અભિપ્રાય લેવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજકારણમાં વયમર્યાદા અંગે કોઈ પ્રતિઉત્તર આપવાથી ઇનકાર કર્યો છે.