ETV Bharat / city

Gujarat Nadi Mahotsav: 26થી 30 ડીસેમ્બર ગુજરાતમાં ઉજવાશે નદી મહોત્સવ

author img

By

Published : Dec 18, 2021, 10:49 PM IST

ગુજરાત સરકારે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન “નદી મહોત્સવ” (Gujarat Nadi Mahotsav)નું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમ (Theme base celebration of nadi mahotsav ) – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જેમાં સાબરમતીના તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપીના તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.

Gujarat Nadi Mahotsav: 26થી 30 ડીસેમ્બર ગુજરાતમાં ઉજવાશે નદી મહોત્સવ
Gujarat Nadi Mahotsav: 26થી 30 ડીસેમ્બર ગુજરાતમાં ઉજવાશે નદી મહોત્સવ

અમદાવાદ: ગુજરાત સરકારે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન “નદી મહોત્સવ” (Gujarat Nadi Mahotsav)નું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમ – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી

સંકલન-સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશેષ કરીને સાબરમતી નદીની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે સલાહ-સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi ka amrut mahotsav )ની થઈ રહેલી ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ (Theme base celebration of nadi mahotsav )પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

ગુજરાતમાં 03 મોટી નદીઓ પર ઉત્સવનું આયોજન

ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જેમાં સાબરમતીના તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપીના તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.

આ પણ વાંચો: Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

આ પણ વાંચો: ગંગા નદીની માફક આસ્થાની મહાઆરતીનું સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કરાયું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.