- તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને ઈસ્લામિક રાહત સમિતિએ કરી મદદ
- આ સંગઠને અત્યાર સુધીમાં 600થી વધુ લોકોને રાશન કિટ પહોંચાડી છે
- કોરોના વચ્ચે આવેલા તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકોને નુકસાન પહોંચ્યું
અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે. તો તેવામાં તૌકતે વાવાઝોડાએ અનેક લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આવા સમયે સરકાર તો અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડી રહી છે, પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓ પણ લોકોની મદદ કરવા આગળ આવી છે. બીજી તરફ રાજ્યની ઈસ્લામિક રાહત સમિતીએ અસરગ્રસ્ત જિલ્લાઓનું સર્વેક્ષણ કરી પીડિતોને રાહત પહોંચાડવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો- પાટણમાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સંતરાના જ્યુસનું વિતરણ
દરેક પરિસ્થિતિમાં આ કમિટી લોકોની મદદ કરે છે
આ અંગે ઈસ્લામિક રિલીફ કમિટી ગુજરાતના સચિવ મોહમ્મદ ઉમર વહરાએ જણાવ્યું હતું કે, આ કમિટી રાજ્યની પહેલી રજિસ્ટર્ડ મુસ્લિમ NGO છે. આ સંગઠને દરેક પરિસ્થિતિમાં લોકોની સેવા કરી છે. વર્ષ 2001 અને 2002ના તોફાનમાં પણ આ સંગઠને લોકોની મદદ કરી હતી.
આ પણ વાંચો- કચ્છમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે જરૂરિયાતમંદ 100 સંગીત કલાકારોને રાશન કિટ આપી
અમરેલી, સલાયા અને ધારોલ વિસ્તારમાં સરવે કરી રાશન કિટ પહોંચાડાઈ
કમિટીના સચિવે કહ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાયતા ખૂબ જ ઓછી છે. આ કમિટીએ અમરેલી, સલાયા અને ધારોલ વિસ્તારમાં એક સરવે કર્યો હતો. ત્યારબાદ અહીં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ વિસ્તારોમાં 600થી વધારે રાશન કિટ પહોંચાડવામાં આવ્યા છે.