ETV Bharat / city

Gujarat Housing Boardએ 2001માં 3 લાખનું ક્ષતિગ્રસ્ત મકાન આપતા ગ્રાહકે લડત ચલાવવા વધારાના ખર્ચ કરવા પડ્યા ચાર લાખ - Mukhyamantri Awas Yojana

કોઇ પણ વ્યક્તિ પોતાના સપનાના ઘરની રાહ જોઇ રહી હોય છે, ત્યારે આ સપનાના ઘર માટે મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં કેટલાક અધિકારીઓની બેદરકારીના કારણે લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચી શક્યો નથી.

Gujarat Housing Board
Gujarat Housing Board
author img

By

Published : Jul 24, 2021, 6:45 PM IST

  • વર્ષ 2002માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્ષતિગ્રસ્ત મકાનનું સમારકામ કરાવવા કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ થઈ
  • 2021માં ફરિયાદી તરફે કન્ઝયુમર કોર્ટે ચૂકાદો આપ્યો
  • કોટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મકાનનું સંપૂર્ણ સમારકામ કરી આપવા આદેશ કર્યો

અમદાવાદ: દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તેમનું પણ એક પોતાનું મકાન હોય, જેને પરિવાર સાથે રહી તેઓ પોતાના સપનાનું ઘર બનાવવા ઈચ્છે છે. મુખ્યમંત્રી આવાસ યોજના આવા જ લોકોના સપના પુરા કરવા માટે રાજ્ય કક્ષાએ અમલમાં મૂકી છે, પરંતુ કેટલાક અધિકારીઓની બેદરકારીના કારણે સામાન્ય જનતા સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી.

આ પણ વાંચો- વડોદરા: મુખ્યમંત્રી આવાસના રહીશોએ મકાનોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને હલકી ગુણવત્તાને લઈને રજૂઆત કરી

આ કેસ જુદા-જુદા તબક્કાએ 2021 સુધી ચાલ્યો હતો

રાજકોટના શોભનાબેન છાગાણીએ વર્ષ 2002માં ગુજરાત હાઉસિંગ બોર્ડ(Gujarat Housing Board) તેમના ક્ષતિગ્રસ્ત મકાનને સમારકામ કરી આપે તે માટે કન્ઝ્યુમર કોર્ટમાં રજૂઆત કરી હતી. આ કેસ જુદા-જુદા તબક્કાએ 2021 સુધી ચાલ્યો હતો. અંતે, જે મકાનની કિંમત ત્રણ લાખ રૂપિયા હતી, તેનું સમારકામ કરાવવાની લડત ચલાવવા માટે શોભનાબેને ઘરના 3 લાખ સહિત કેસ જીતવા પાછળ વધારાના 4 લાખ એમ 7 લાખ ચૂકવવા પડ્યા છે. આ પરથી અધિકારીઓને તેમની ભૂલ સમજાવતું એક ઉદાહરણ તેમણે સમાજમાં બેસાડ્યું છે.

શું છે સમગ્ર મામલો?

રાજકોટના શોભનાબેન છાગાણી એક સરકારી કર્મચારી રહી ચૂક્યા છે. તેમને 2001માં ગુજરાત હાઉસિંગ બોર્ડ(Gujarat Housing Board)નું મકાન મળતા રૂપિયા 3 લાખ ચૂકવી મકાનનું પઝેશન આપ્યું હતું, પરંતુ 2001માં 26મી જાન્યુઆરીએ આવેલા ભુકંપના કારણે મકાનને નુકશાન થતા સમારકામ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરી હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડે(Gujarat Housing Board) સમારકામ ન કરી આપતા તેમણે ગ્રાહક સુરક્ષા કચેરીના દરવાજા ખટખટાવવા પડ્યા હતા. આ માટે તેમણે 21 વર્ષ સુધી લડત ચલાવવી પડી.

Gujarat Housing Board

જેટલી કિંમતનું ઘર હતું તેના કરતા વધુ રૂપિયા કેસ જીતવામાં લગાવવા પડ્યા

અંતે 2021માં ગ્રાહક સુરક્ષા કચેરીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ(Gujarat Housing Board) અને મકાનનું સંપૂર્ણ સમારકામ કરી આપવા અને જો તેઓ આમ ન કરે તો ફરિયાદીને ફરીવાર કોર્ટમાં આવી પોતાના અધિકાર બાબતે લડવા મંજૂરી આપી છે. આમ જે ઘર 2001માં જ મળી જવું જોઈતું હતું, તે આજ દિન સુધી સંપૂર્ણ રકમ ચૂકવવા છતાં નથી મળ્યું. શોભનાબેનનું સપનું હતું કે, તેઓ તેમના પતિ સાથે પોતાની માલીકીના ઘરમાં સુખના પળો વિતાવશે, પણ તેમણે સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં આજે પણ ભાડું ભરી રહેવું પડે છે. વળી પડતા ઉપર પાટું હોય તેમ કેસ લડવા માટે જે કિંમતનું ઘર હતું, તેનાથી વધુ 4 લાખ તો માત્ર કેસ જીતવામાં લગાવવા પડ્યા છે. આમ શોભનાબેનને ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી.

શું કહે છે શોભનાબેનના પતિ સુરેશભાઈ છાગાણી?

અમારે પૈસા કરતા વધુ હાઉસીંગના મકાનોમાં ચાલતી આવી લાલીયાવાળી સામે વિરોધ છે. આજે અમારી ઉંમર 65 વર્ષની થઈ પણ હજુ અમે ભાડાના મકાનમાં રહીએ છે. 2001માં હાઉસીંગનું મકાન લાગતા અમારે પોતાનું ઘર થયું છે, એમ માની મારી પત્નીને સરકારી કર્મચારી તરીકે મળતા ક્વાર્ટર અમારે છોડવા પડ્યા. અમને આ સમય દરમિયાન ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત હાઉસીંગમાં ભરેલા વધારાના પૈસા પણ અમને પાછા આપવામાં નથી આવ્યા. લાંબા સમયની લડત બાદ કોર્ટે અમારી તરફેણમાં આદેશ કર્યો છે અને ગુજરાત હાઉસીંગને સમારકામ કરી આપવા ઓર્ડર કર્યો છે.

21 વર્ષ સુધી કેસ કેમ ચાલ્યો?

વર્ષ 2002માં કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ થતા 2006માં કોર્ટે આદેશ કર્યો કે, ગુજરાત હાઉસીંગ બોર્ડે(Gujarat Housing Board) મકાનનું સમારકામ કરી આપવું પડશે. જો તે આદેશ મુજબ ન કરે તો તેણે ફરિયાદીને રૂપિયા 3 લાખ 3 હજાર રૂપિયા 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા પડશે. કોર્ટના આદેશને ગુજરાત હાઉસીંગ બોર્ડે અપીલમાં પડકાર્યો હતો. જેમાં તેમણે સમારકામ ન કરી આપી ફરિયાદીને 6 ટકા વ્યાજ સાથે મકાનની કિંમત ચૂકવી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જે તેઓ જીતી પણ ગયા.

આ પણ વાંચો- વડોદરા સાયજીપુરા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા મકાન બાબતે વિરોધ પ્રદર્શન

આજે શોભનાબેનના મકાનની કિંમત 40થી 45 લાખ રૂપિયા થઈ છે

આ સાથે ફરીવાર શોભનાબેને કન્ઝ્યુમર કોર્ટમાં રજૂઆત કરી કે, સમયની સાથે મકાનની કિંમતમાં પણ વધારો થાય છે. હવે જો તેમને ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવે તો એ સમયમાં 3 લાખમાં ક્યાંય પણ ઘર મળવું મુશ્કેલ છે. કોર્ટે આ રજૂઆત સ્વીકારતા જુલાઈ 2021માં ગુજરાત હાઉસિંગ બોર્ડને મકાનના પૈસા ન આપી ઘરનું સંપૂર્ણ સમારકામ કરી આપવા આદેશ કર્યો છે. જો તેઓ આમ ન કરે તો શોભનાબેન ફરી કોર્ટમાં ફરિયાદ કરી શકશે. મહત્વનું છે કે, આજે શોભનાબેનના મકાનની કિંમત 40થી 45 લાખ રૂપિયા થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.