- GPCBને જવાબ રજૂ કરવા HCનો આદેશ
- 14 ઑક્ટોબરએ GPCB કોર્ટમાં આપશે જવાબ
- અરજદારે સોંગંધનામામાં શું રજૂઆત કરી?
અમદાવાદ : દેશમાં કોલસાનો સપ્લાય ઓછો હોવાની સામે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. વાયુ પ્રદુષણ મુદ્દે GPCBએ કોર્ટમાં કરેલા સોંગદનામાંની સામે જવાબ રજૂ કરતા અરજદારે આજે કોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. અરજદારે રજૂઆત કરી હતી કે હાલ કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વીજ ઉત્પાદન સિવાયના અન્ય ઉદ્યોગો માટે કોલસો વાપરવા દેવામાં આવશે તો દેશભરમાં મોટા પાયે બ્લેક આઉટ થવાની સ્થિતિ ઉભી થવાની સંભાવના છે.
કોલસાના સપ્લાય મુદ્દો હાઇકોર્ટમાં
અરજદારે રજૂઆત કરી હતી કે વાયુ પ્રદુષણ ડામવામાં સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના એક્શન પ્લાન કારગર નિવડ્યા નથી. કોલસાનો ઉપયોગ ઘટાડી અને નેચરલ ગેસ કે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારીને પ્રદૂષણ ડામવામાં સરકાર યોગ્ય પગલાં લે એ મતલબના કોર્ટ નિર્દેશો આપે એવી પણ રજૂઆત કરવામાં આવું હતી. અરજદારની રજૂઆતો મુદ્દે GPCBને વિગતવાર જવાબ આપવા કોર્ટે બે દિવસનો સમય આપ્યો છે. 14 ઑક્ટોબર સુધીમાં GPCB કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે. 14 ઑક્ટોબરના રોજ આગામી સુનાવણી યોજાશે.