અમદાવાદ બોટાદ લઠ્ઠાકાંડ 2022 કેસ મામલે એક મહત્વના કહી શકાય એવા સમાચાર (Gujarat High Court Stays Arrest of Amos Directors )સામે આવ્યા છે. એમોસ કંપનીના ડાયરેક્ટરે આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જે મુદ્દે આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને રાહત આપતાં 12 સપ્ટેમ્બર સુધી ધરપકડ પર સ્ટે ( Interim Protection Against Arrest till 12 Sep 2022) આપ્યો છે. એમોસ કંપનીના ડાયરેક્ટર તરફથી જામીન અરજી કરવામાં આવી હતી.
એમોસ કંપનીએ વળતરની તૈયારી દર્શાવી હાઇકોર્ટમાં રજૂઆત એમોસના ડિરેક્ટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં તેમણે એક કરોડ રૂપિયા સુધીનું વળતર ચૂકવવા માટે કોર્ટમાં તૈયારી દર્શાવી છે. મૃતકોના પરિવારજનોને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે અને ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો બોટાદ લઠ્ઠાકાંડ બાદ જાગેલા તંત્રએ પાંચ વર્ષથી લાયસન્સ વગર ધમધમતા એમોસના પીપળજ યુનિટને કર્યું સીલ
સરકારી વકીલ તરફથી વિરોધ બીજી બાજુ આ સમગ્ર મામલે સરકારી વકીલ તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તપાસ ચાલુ હોવાથી આગોતરા જામીન નામંજૂર કરવા સરકારની રજૂઆત હતી. મહત્વનું છે કે આ મુદ્દે, હાઇકોર્ટે પ્રાથમિક રીતે એ પણ નોંધ્યું છે કે આનાથી જે મૃતક છે તે પાછા આવવાના નથી અને જે ઈજાગ્રસ્ત છે તે તાત્કાલિક સાજા થવાના નથી.
આ પણ વાંચો શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!
બોટાદ લઠ્ઠાકાંડ આરોપીઓની ધરપકડ પર હાઇકોર્ટની રોક ગુજરાત હાઇકોર્ટે આ મામલે તમામ પક્ષોને સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો છે. એમોસકંપનીના ડાયરેક્ટરને વચગાળાની રાહત આપી છે અને 12 સપ્ટેમ્બર સુધી( Interim Protection Against Arrest till 12 Sep 2022) આરોપીઓની ધરપકડ કરવી નહીં ( Gujarat High Court Stays Arrest of Amos Directors )તેવો તપાસનીશ અધિકારીને આદેશ આપ્યો છે. હવે 12 સપ્ટેમ્બરે હાઇકોર્ટ શું ચૂકાદો આપે છે તે જોવું રહ્યું. નોંધનીય છે કે બોટાદના બરવાળા અને ધંધૂકામાં ઝેરી લઠ્ઠાકાંડ ( Botad Hooch Tragedy 2022 ) સર્જાયો હતો તેમાં ખાસ કરીને મિથેનોલના કારણે લગભગ 46 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમ જ કુલ ઇજાગ્રસ્તોની સંખ્યા અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો 82 ને પાર થઈ ચૂકી છે.