ETV Bharat / city

કારખાના અધિનિયમમાં ફેરફાર મુદ્દે હાઈકોર્ટે શ્રમ વિભાગને નોટિસ પાઠવી - જસ્ટિસ આર. એમ. છાયા

કારખાના અધિનિયમ 1948ની કલમ 85માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતી અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે શ્રમ વિભાગને નોટિસ પાઠવીને આ મુદ્દે ખુલાસો માગ્યો છે.

gujarat High Court
gujarat High Court
author img

By

Published : Aug 11, 2020, 7:48 PM IST

અમદાવાદ: હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, કારખાના અધિનિયમ 1948 મજૂરો-શ્રમિકોના હિત માટે 1948માં ઘડવામાં આવ્યો હતો. જો કે, તેમાં સમયની સાથે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે 3 જુલાઈના રોજ બહાર પાડેલા વટહુકમમાં વીજળીની મદદથી ઉત્પાદન કરનારા એકમોમાં જ્યાં કામદારોની સંખ્યા 10 છે, તેને સુધારીને 20 કરવામાં આવી છે અને વીજળીની મદદ વગર ઉત્પાદન કરનારા એકમોમાં જ્યાં કામદારોની સંખ્યા 20 છે, તેને સુધારીને 40 કરવામાં આવી છે. આ પ્રમાણે કલમ 85માં પણ સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે કામદારોની સંખ્યામાં 10ના સ્થાને 20 અને 20ના સ્થાને 40 કરવામાં આવી છે. આ સુધારાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

કરખાના અધિનિયમમાં ફેરફાર મુદ્દે હાઈકોર્ટે શ્રમ વિભાગને નોટિસ પાઠવી

વર્ષ 1922માં ઘડવામાં આવેલા કારખાના એક્ટમાં કામદારોને મહત્વ આપવામાં આવ્યું હતું અને તેમના માટે રહેવાની, જમવાની, શોષણ ન થાય તે સહિતની અનેક જોગવાઈઓ કરવામાં આવી હતી. જે તે ફેક્ટરી કે કારખાના આ અધિનિયમનું ઉલ્લંઘન કરે તો, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. હાઈકોર્ટે શ્રમ વિભાગને 3 સપ્તાહમાં આ અરજીનો જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે આ અરજી અંગે શ્રમ વિભાગને નોટિસ ફટકારી ખુલાસો આપવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.