- એપટલેટમાં અત્યાર સુધી 300 થી વધુ અરજીઓ પેન્ડિંગ
- હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી ઉપર સુનાવણી
- કોર્ટે સરકારને જવાબ રજૂ કરવા કર્યો હુકમ
અમદાવાદ : એડવોકેટ વિશાલ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત રેરા એપલેટ ટ્રીબ્યુનલ(Gujarat RERA Applet Tribunal)માં જ્યુડિશિયલ મેમ્બર અને ટેક્નિકલ પર્સનની નિમણુંક ન થઇ હોવાને કારણે રેરા ઓથોરિટીના કોઈ પણ ઓર્ડરની સામે અપીલ માટે આવનારા લોકોએ હાઇકોર્ટ આવવું પડી રહ્યું છે. જેની સામે રેરા ચેરમેન અને ટેક્નિકલ પર્સનની નિમણુંક માટેની માંગીણી કરી છે. કોર્ટે આજે બુધવારે સેક્રેટરી અર્બન એન્ડ ડેવલોપમેન્ટને જવાબ રજુ કરવા હુકમ કર્યો છે.
300 જેટલી અરજીઓ પેન્ડિંગ
સામાન્ય રીતે રેરા ચેરમેન તરીકે હાઇકોર્ટના રિટાયર્ડ જજની નિમણુંક થતી હોય છે. જે હાલમાં ખાલી હોવાને કારણે 300 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. અત્યાર સુધી માત્ર 140 અરજીઓનો જ નિકાલ થઇ શક્યો છે. તેથી જેમ જેમ આ અરજીઓનો ભરાવો વધી રહ્યો છે તેમ તેમ જો કોઈને પણ અરજન્ટ મનાઈ હુકમ જોઈએ તો તેમણે હાઇકોર્ટ આવવું પડી રહ્યું છે. તેમજ વધુમાં આ મુદ્દે આગામી શુક્રવારે હાઈકોર્ટ સુનાવણી કરી શકે છે.
આ પણ વાંચો : સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો
આ પણ વાંચો : અમરેલી ભાજપના નેતા ડૉ. કાનાબારે ન્યાયતંત્રમાં પડતર કેસો-જસ્ટિસની ખાલી જગ્યાને લઇને કર્યું ટ્વિટ