ETV Bharat / city

અધિક સેશન્સ જજોને ફરજીયાત નિવૃત્તિનો હાઇકોર્ટનો હુકમ, જયુડીશ્યલમાં ખળભળાટ - પાટણ જિલ્લાના રાધનપુરના અધિક સેશન્સ જજ

ગુજરાતની જુદી જુદી અદાલતમાં અધિક સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા 6 અધિક સેશન્સ જજને ગત જુલાઇમાં નિવૃતિ પહેલા જ ફરજીયાત નિવૃતના હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે અધિક સેશન્સ જજોને વહેલા છૂટા કરતા હાઇકોર્ટના નિર્ણયથી જયુડીશ્યલમાં ખળભળાટ મચી ગયો છે. Gujarat High Court orders compulsory retirement, Ahmedabad Radhanpur Sessions Judges, Additional Sessions Judge , Ahmedabad Family Court Judge, Premature retired decision High Court

અધિક સેશન્સ જજોને ફરજીયાત નિવૃત્તિનો હાઇકોર્ટનો હુકમ, જયુડીશ્યલમાં ખળભળાટ

author img

By

Published : Sep 9, 2022, 6:48 PM IST

અમદાવાદ ગુજરાતની જુદી જુદી અદાલતમાં અધિક સેશન્સ જજ (Additional Sessions Judge) તરીકે ફરજ બજાવતા 6 અધિક સેશન્સ જજને ગત જુલાઇમાં નિવૃતિના સમય પૂર્વે જ ફરજીયાત નિવૃત કર્યા હતા. જે બાદ વધુ બે અધિક સેશન્સ જજ (Ahmedabad Radhanpur Sessions Judges) સામેની ઇન્કવાયરીના અંતે સેવામાંથી વહેલા છૂટા કરતા હાઇકોર્ટના નિર્ણયથી જયુડીશ્યલમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રિમેચ્યોર રિટાયર્ડ કરતું જાહેરનામું જાહેર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાધનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (Additional District Judge) શૈલેષ પ્રવીણકુમાર ભટ્ટ અને અમદાવાદ ફેમિલી કોર્ટ (Ahmedabad Family Court Judge) જજ ખુમાનસિંહ નટવરસિંહ મેઘાટને પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવાનો મહત્વનો નિર્ણય (Premature retired decision High Court) લેવાયો છે. હાઈકોર્ટ દ્વારા આ અંગે કરેલી ભલામણના આધારે રાજ્ય સરકારે પણ આ બન્ને જયુડીશીયલ ઓફિસરને પ્રિમેચ્યોર રિટાયર્ડ કરતું જાહેરનામું જાહેર કર્યું છે.

ત્રણ માસનો પગાર અને ભથ્થા રાધનપુર અને અમદાવાદના બે અધિક સેશન્સ જ સામેની ઇન્કવાયરી પુરી થતા સ્કીનીંગ કમિટીના નિર્ણય બાદ હાઇકોર્ટ દ્વારા બન્નેને નિવૃત્તના સમય પૂર્વે જ નિવૃત કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાં (High Court Premature Retired Declaration ) કહેવામાં આવ્યું છે કે, સ્ક્રીનીંગ કમિટીના અભિપ્રાયના આધારે તાકીદની અસરથી બન્નેને ન્યાયિક અધિકારીઓને નિવૃત્ત થવા આદેશ આપવામાં આવ્યો છે. આ બન્ને જજને સરકારના નોટિસ પિરિયડ અનુસાર ત્રણ માસનો પગાર અને ભથ્થા આપવામાં આવશે. તેવુ પણ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આઠ નિવૃતીના આદેશ ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો (Gujarat Judicial Service Rules) 2005ના આટિકલ્સ 21 હેઠળ ગુજરાત હાઇકોર્ટ રજીસ્ટ્રારે જાહેર કરેલી યાદીમાં બે અધિક સેશન્સ જજને સમય પૂર્વે સેવા નિવૃત્ત કર્યા છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુરના અધિક સેશન્સ જજ (Additional Sessions Judge Radhanpur Patan District) શૈલેષ પ્રવિણકુમાર ભટ્ટ અને અમદાવાદના ફેમિલી કોર્ટના જજ ખૂમાનસિંહ નટવર મેઘાતનો સમાવેશ થાય છે. હાઇકોર્ટ જાહેર કરાયેલા નોટીફીકેશન સાથે ચાલુ વર્ષે જુલાઈ માસથી શરૂ કરી છે. જે હાલ સુધીમાં સમય પૂર્વે નિવૃતીના આદેશ કર્યા હોય તેવા જજનો સંખ્યા આઠ પર પહોંચી છે.

6 ન્યાયાધીશોને અકાળે જ નિવૃત્તve આદેશ મહત્વનું છે કે ,આ અગાઉ જિલ્લા કક્ષાના 6 ન્યાયાધીશોને અકાળે જ નિવૃત્ત થવાના આદેશ આપ્યા હતા. જેમાં ભાવનગરના એડી. ડીસ્ટ્રીક જજ રાજેશકુમાર મોદી, કચ્છ ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અવિનાશ ગુપ્તા, મોરબીના એડી.ડીસ્ટ્રીક જજ સંગીતાબેન જોષી, તેમજ આણંદના એડી.ડિસ્ટ્રિક્ટ જજ અમૃતલાલ ધમાણી સહિતનાનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.