- અપરાધી પર પાસા અંતર્ગત ગુનો નોંધવા મુ્દ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
- અગાઉ સિંગલ ડિવિઝન બેન્ચે પાસા હટાવવા મુદ્દે કર્યો હતો ઈનકાર
- ચીફ જસ્ટિસ દ્વારા પાસા હટાવવાનો કરવામાં આવ્યો આદેશ
અમદાવાદ : ધરપકડ કરાયેલી વ્યક્તિ ઉપર લગાડવામાં આવેલા પાસાને દૂર કરવાને લાઇ થયેલી એક અરજીમાં આજે મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ હતી. આ સુનવણી દરમિયાન અરજદારના વકીલ સલીમ સૈયદે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, અટકાયત કરનારા સત્તાધિકારી પાસે 'અરજદાર ખતરનાક વ્યક્તિ છે' તે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન હતો. જેથી તેના ઉપર પાસા અંતર્ગત ગુનો દાખલ થવો જોઈએ નહીં. આ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથની ડિવિઝન બેન્ચમાં સુનવણી થતાં તેમણે પાસા હટાવી લેવા આદેશ કર્યો હતો.
શું કહે છે એડવોકેટ સલીમ સૈયદ?
ETV Bharat સાથે વાતચીત કરતાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને જુદી જુદી હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીએ તો તેમણે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, પાસા ત્યાં જ લગાવી શકાય જ્યાં પબ્લિક ઓર્ડરનો ભંગ થતો હોય. લો એન્ડ ઓર્ડર અને પબ્લિક ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે તફાવત કર્યો છે. ઘણી બધી જુદી જુદી જગ્યાઓએ FIR થઈ હોય તો તેનો મતલબ એમ નથી કે, પાસા અંતર્ગત ગુનો દાખલ થાય. આમ, પાસા લગાવી દેવામાં આવે તો વ્યક્તિના બંધારણના અનુચ્છેદ 21 મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. તેથી મારી દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે પાસા હટાવી લેવાનો આદેશ કર્યો છે.
અગાઉ પણ સિંગલ જજની બેન્ચમાં થઈ ચૂકી છે સુનાવણી
અગાઉ પણ આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સિંગલ જજની બેન્ચમાં સુનાવણી થઈ ચૂકી છે. કોર્ટે અહીં નોંધ્યું હતું કે, 19 વાર એક જ વ્યક્તિની સામે ગુનો નોંધાતા તે ખાતારનાર સાબિત થઈ શકે છે. તેમજ તેના ઉપર અગાઉ પણ ત્રણ વખત પાસા લાગી ચૂક્યો હોવાથી પાસા રદ્દ કરવા ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, મોટાપાયે લોકોની સલામતીને ધ્યાનમાં રાખ્યા આ અરજી ફગાવી દેવી જરૂરી છે. કોર્ટના ઓર્ડર સામે અરજદારે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં અરજી કરતા કોર્ટે અરજદારની રાજુઆત ગ્રાહ્ય રાખી હતી.